દિલીપભાઈ ઠકકરના પરિવાર તરફથી દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 07:30:15
  • Views : 479
  • Modified Date : 2019-04-18 07:30:15

ડીસાના આઈમાતા મંદિર ખાતે દિલીપભાઈ મણીલાલ ઠકકર પરિવાર તરફથી ૭ બાલિકાઓનું કંકુ-તિલક, આરતી કરી ભેટ આપી પુજન કરાયું હતું.આમ આ પ્રસંગે ચંદુભાઈ એટીડી(રાષ્ટ્રીય પારિતોષિક ચિત્ર શિક્ષક) દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત બેનર્સ,પોસ્ટર તથા ચકલીઓને કુંડાઓ ઉપર મતદાન ,મહાદાન, મત મારો અધિકાર જેવા અનેક સ્લોગનો તથા ચિત્ર દોરી ચકલીઘરો મંદિરનાં  ટ્રસ્ટીને અર્પણ કરવામાં આવ્યા હતા. જે કાર્યક્રમમાં રાકેશભાઈ ઠકકર (જમીન બ્રોકર),  જયંતિભાઈ ઠકકર, સુભાષભાઈ ઠકકર, પ્રકાશભાઈ ઠકકર, ગોવિંદભાઈ ઠકકર, અનિલભાઈ ઠકકર, અશોકભાઈ ઠકકર ,દિનેશભાઈ ઠકકર રવિભાઈ, ર્ડાકટર જગદીશભાઈ ઠકકર, સુરેશભાઈ ઠકકર, અમૃતભાઈ ઠકકર, સંદિપભાઈ ઠકકર, જયંતિભાઈ ઓઢાવાળા સહિતના લોકો હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News