દિલ્હીના દ્વારકામાં મહિલા પર જીવલેણ હુમલો, અસામાજીક તત્વોએ કર્યું ફાયરિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-11 12:36:20
  • Views : 421
  • Modified Date : 2019-07-11 12:36:20

દિલ્હીમાં અસામાજીક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેનું ઉદાહરણ દ્વારકા વિસ્તારમાં જોવા મળ્યું. ઉત્તર દ્વારકામાં અસામાજીક તત્વોએ એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો છે. અસામાજીત તત્વોએ તે દરમિયાન મહિલા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી મહિલાના હાથમાં વાગી તો બીજી ગોળી તેના ગળાના ભાગે વાગી હતી. મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવી છે. ત્યારે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.જણાવવામાં આવી રહ્યું છે. ઘાયલ મહિલાનું નામ કિરણ બાલા છે. તે દ્વારકા સેક્ટર 12માં નિવાસ કરે છે. જે સમયે હુમલો થયો, તે તેની કારમાં હતી. કારમાં તેનું પર્સ અને મોબાઇલ છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે અસામાજીક તત્વોએ લૂંટની ઘટનાને અંજામ આપવા આવ્યા નહોતા. મામલો કંઇક અલગ હતો. મહિલા પર જીવલેણ હુમલો કર્યા બાદ શખ્સો ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયા છે.

Download Our B K News Today App



Related News