ડીસા GIDC માં10થી વધુ ટ્રકમાંથી ડીઝલની થઈ ચોરી : અજાણ્યા શખ્સોએ ટ્રકમાંથી ડીઝલની ચોરી કરતા ટ્રક ચાલકોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-23 11:40:02
  • Views : 186
  • Modified Date : 2022-03-23 11:40:02

ડીસા જી આઈ ડી સી માં ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા 10 થી વધુ ટ્રક માંથી ડીઝલ ની ચોરી કરતા ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ટ્રક ચાલકો માંગ કરી રહ્યા છે.ટ્રક માંથી ડીઝલ ની ચોરી કરનારા અજાણ્યા શખ્સો ને ઝડપી પાડી પોલીસ વધુ કાર્યવાહી કરે તો બીજીવાર  આવી ચોરી અટકી શકે...

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટના સતત વધી રહી છે ખાસ કરીને વાત કરીએ તો ડીસા તાલુકામાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે ચોરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ખાસ કરીને ચોર ટોળકી હવે શહેરી વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે અત્યાર સુધી ચોર ટોળકી મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હતા પરંતુ હવે વાહનોને નિશાન બનાવી ચોર ટોળકી મોટી મોટી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વેપારી મથક ગણાતાં ડીસા શહેર માં આવેલ જી આઈ ડી સી વિસ્તારમાં ઓઇલ મિલ મોટા ભાગે ડીસામાં આવેલ હોવાથી  રાજસ્થાનના વેપારી દ્વારા પોતાના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં રાયડાનો જથ્થો ટ્રકમાં ભરી ડીસા જી આઈ ડી સી વિસ્તારમાં લાવવામાં આવે છે.ત્યારે રાજસ્થાન માંથી આવેલા ટ્રક ચાલકો પોતાની ટ્રક માં રાત્રી દરમિયાન સુઈ ગયા હતા.તે દરમિયાન અજાણ્યા ચોર શખ્સો જી આઈ ડી સી માં પાર્ક કરેલ 10 થી વધુ ટ્રકો માંથી ડીઝલના ટાકા નું ઢાંકણ ખોલી ડીઝલ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.જે બાદ ટ્રક ચાલકો સવારે જ્યારે ઉઠ્યા ત્યારે પોતાની ટ્રક ના ડીઝલ ટાકા ના ઢાંકણ ખુલ્લા જોવા મળ્યા હતા.તેમજ ડીઝલ ના ટાકા માંથી ડીઝલ ચોરી થઈ હોવાનું સામે આવતા ટ્રક ચાલકો માં ભારે રોષ જોવા મળ્યો હતો.ટ્રક ચાલકો દ્વારા જણાવામાં આવ્યું હતું.કે પોલીસ દ્વારા આવી રીતે અજાણ્યા ચોર શખ્સો દ્વારા ડીઝલ ચોરી ને અજામ આપી રહ્યા છે.તેમની પર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરે તો ડીઝલ ચોરી થતી અટકી શકે તેમ છે...

Download Our B K News Today App



Related News