કોરોના મહામારી બાદ હીરા બજારમાં તેજી : હીરાના કારીગરોમાં તેજી આવતા મોઢા પર સ્મિત દેખાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-25 13:15:56
  • Views : 382
  • Modified Date : 2021-09-25 13:15:56

     ડીસા હીરા બજારમાં પ્રથમવાર તેજી આવતા હીરાના કારીગરોમાં લાંબા સમય બાદ ખુશી જોવા મળી હતી.ગુજરાતમાં વસ્તીનો મોટો ભાગ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે.. અને એટલા માટે જ ગુજરાતમાં મોટા ભાગના લોકોની આજીવિકા હીરા બજાર પર આધારિત છે.. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના વાઇરસના લીધે ગુજરાતમાં હીરા ઉધોગ પડી ભાંગ્યો હતો.. અને હીરા ઉધોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો તો બેરોજગાર બની ગયા હતા.. ત્યારે હવે કોરોના વાઇરસનું પ્રમાણ ઘટતા ધીરે ધીરે તમામ ધંધા રોજગાર થાળે પડી રહ્યા છે અને હીરા ઉધોગમાં પણ તેજીના અણસાર જોવા મળી રહ્યા છે.. પરંતુ છેલ્લા બે વર્ષથી બેરોજગાર રહેલા રત્નકલાકારોને હીરા ઉધોગમાં આવેલી આંશિક તેજીથી રોજગાર તો મળવાની શરૂઆત થઈ છે.. પરંતુ હજુય રત્નકલાકારોને જોઈએ તેવી મજૂરી નથી મળી રહી જેથી આ રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે.

વર્ષોથી હીરા ઉધોગ સાથે સંકળાયેલા કારખાનેદારો પણ આ તેજીને માત્ર નામની તેજી જણાવી રહ્યા છે.. કારખાનેદારોનું માનીએ તો અત્યારે લોકોને લાગી રહ્યું છે કે હીરા ઉધોગમાં તેજી આવી રહી છે.. પરંતુ આ તેજી મોટા વેપારીઓ માટે જ છે.. અને રત્નકલાકારોને આજે પણ યોગ્ય પ્રમાણમાં મજૂરી નથી મળી રહી.

કોરોનાના લીધે હીરા ઉધોગમાં મંડી છવાઈ ગઈ હતી અને હીરા ઉધોગમાં છવાયેલી મંદીના કારણે હીરાની ચમકની સાથે સાથે રત્નકલાકારોના ચહેરાની ચમક પણ ફિક્કી પડી ગઈ છે અને રત્નકલાકારો જણાવી રહ્યા છે કે આગામી સમય સરકાર દ્વારા હીરા ઉધોગમાં રત્નકલાકારોને યોગ્ય મજૂરી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે તો બેહાલ થયેલા રત્નકલાકારોના ચહેરા પર ફરી ચમક આવી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News