ઠાકોર સમાજના આગેવાન અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની સંવાદયાત્રા શરૂ : ગામે ગામ ખાટલા બેઠકોયોજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-12 10:58:56
  • Views : 223
  • Modified Date : 2022-04-12 10:58:56

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય નેતાઓની ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઠાકોર સમાજના આગેવાન અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પોતાની સંવાદ યાત્રા શરૂ કરી છે. ગામે ગામ ખાટલા બેઠકો કરી યુવાનો થી લઈ વડીલો સાથે સમાજની મજબૂતી માટે કામ કરી રહ્યા છે.

ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોર બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ પર મજબૂત પકડ ધરાવે છે. વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં જ પોતાની મજબૂતાઈને વધુ મજબૂત કરવા માટે તેમણે સ્નેહ સંવાદ યાત્રા શરૂ કરી છે. જે અંતર્ગત 10 ગામડા વચ્ચે તેઓ ખાટલા બેઠક કરી યુવાનો થી લઈ વડીલોની સમસ્યાઓને સમજી રહ્યા છે. ગામે ગામ જઈ તેઓ પોતાના સંગઠનને વધુ મજબૂત કરી રહ્યા છે. તેમજ સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે આગામી સમયમાં કયા પ્રકારનું આયોજન થઇ શકે તેની ચર્ચા કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર ની આ સ્નેહ સંવાદ યાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો જોડાયા. અલ્પેશ ઠાકોર આ સમગ્ર મામલે જણાવ્યું કે અલ્પેશ ઠાકોર આજે પણ સમાજમાં તેઓ માટે એજ પ્રેમ છે. 2017 કરતાં 2022 ની વિધાનસભા ચૂંટણીમાં તેઓની વધુ મજબૂતાઈ જોવા મળશે. ત્યારે આજે ડીસાના સુખદેવ નગર વિસ્તારમાં પણ ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠકનું આગોજન કરવામાં આવ્યું હતું.જેમાં આગામી સમયમાં ચૂંટણીમાં ઠાકોર સમાજના લોકો ફરી એકવાર 2017 ની જેમ 2022 ની ચૂંટણી માં પોતાની તાકાત બતાવશે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

 

Download Our B K News Today App



Related News