ઢુવા પ્રા.શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:00:01
  • Views : 489
  • Modified Date : 2019-04-04 11:00:01

તા-૩/૪/ર૦૧૯ ના રોજ ડીસા તાલુકાની ઢુવા પ્રા.શાળામાં આગામી લોકસભામાં વધુ મતદાન થાય તેની જાગૃતિ માટે સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પપેટ શો તથા મતદાન જાગૃતિનો સંદેશો આપતા ચકલી ઘર બનાવીને ચંદુભાઈ એ.ટી.ડી.એ માર્ગદર્શન આપ્યુ હતું. સાથે સાથે છગનભાઈ સોની (અમરપુરા પ્રા.શાળા) ડીસા જેઓએ પપેર શો દ્વારા બાળકોને મતદાન વધુને વધુ થાય તે અંતર્ગત માર્ગદર્શન આપ્યુ તથા ઢુવા પ્રા.શાળાના આચાર્ય દશરથભાઈ સી.સુથાર કલાસૃષ્ટિ ફાઉન્ડેશન, ડીસા વતી ચંદુભાઈ એ.ટી.ડી. તથા  પ્રવિણભાઈ સાધુ અને ચિત્રકાર નાથાલાલ બ્રહ્મક્ષત્રિય દ્વારા મોમેન્ટો તથા પ્રમાણપત્ર સારી કામગીરી ને બિરદાવવામાં આવી હતી. ચંદુભાઈ એ.ટી.ડી. દ્વારા શાળાના બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત્તિ આવે તે માટે સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી ચૂંટણી વધુમાં વધુ લોકો મતદાન કરે એ
માટેનો સંદેશો પ્રવિણભાઈ સાધુએ આપ્યો. આ કાર્યક્રમ કરવા બદલ ઢુવા શાળા પરિવારે આભારની લાગણી વ્યક્ત કરી.



Download Our B K News Today App



Related News