ડીસા બનાસ નદી પટમાંથી યુવકની લાશ મળી, હત્યા કે આત્મહત્યા, ઘૂંટાતું રહસ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-08 11:30:04
  • Views : 434
  • Modified Date : 2020-10-08 11:30:04

ડીસા બનાસનદીના પુલ નીચેથી બુધવારે શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી મળી આવી હતી. ચાર દિવસ અગાઉ આ યુવક ઘરેથી બજાર જવાનું કહી નીકળ્યો હતો. ત્યારે આ યુવકની લાશ મળતા
પરિવારજનોએ ડીસા તાલુકા
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ડીસા બનાસ નદીના
પટમાંથી લાશો મળી આવવાનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે બુધવારે ડીસા તાલુકાના રોબસ ગામના બારોટ યુવકની બનાસ નદીના પુલ નીચેથી લાશ મળી આવતા ચકચાર મચી જવા
પામી છે. લાશ મળી આવતા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મુત્યુ
પામેલા યુવાન રોબસ ગામના કાન્તિભાઈ સોમાભાઈ બારોટ (ઉ.વ.૨૬) હોવાનું જાણવા મળ્યું હતું. બારોટ સમાજના યુવકની રહસ્યમય સંજોગોમાં લાશ માળી આવતા અનેક
તર્ક-વિતર્ક સર્જાયા હતા. બારોટ સમાજના યુવકની લાશ મળતા સમાચાર વાયુવેગે પ્રસરી જતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા. તાલુકા પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
રૂરલ પોલીસ દ્વારા યુવાનના મુત્યુ અંગે હત્યા કે આત્મહત્યા અંગે ઘૂંટાતું રહસ્ય અકબંધ હોવાનું જણાવ્યું હતું.
રોબસ ગામના કાન્તિભાઈ સોમાભાઈ બારોટની લાશની ઓળખ થતાં બારોટ સમાજના લોકો ડીસા સિવિલ
હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને મળી આવેલી લાશ અંગે
પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News