બનાસકાંઠામાં ગાઢ ધુમ્મસથી શીતલહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 11:51:43
  • Views : 298
  • Modified Date : 2021-01-06 11:51:43

ડીસા શહેર સહિત
બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે  વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલટો આવતાં શેહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ બની જતા લોકોને ચાલવામાં તેમજ વાહનોને લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. જેને લઇ  માઉન્ટ આબુના ગુરુશિખર જેવા માહોલનો અનુભવ લોકોએ કર્યો હતો. જ્યારે દિવસ દરમિયાન શિત લહેર ઉઠતાં શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા. જાન્યુઆરી માસના પ્રારંભે જ મંગળવારે   વહેલી સવારથી જ બપોર સુધી ગાઢ ધુમ્મસના કારણે વિઝિલીબીટીનો અભાવ રહેતા વાહનચાલકોને  ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાઈવે ઉપર ચાલતા વાહન ચાલકોને ગાઢ ધુમ્મસના કારણે સામેથી આવતા વાહનો પણ દેખાતા ન હોવાથી હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. જ્યારે અવર જવર કરવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
   હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની અસર થઈ હતી. જેને કારણે  બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી. ભીલડી, દિયોદર, ઝેરડા, થરાદમાં હવામાન પલટાને લઈ વાદળછાયું વાતાવરણ સર્જાતાં અનેક  માવઠાની અસરના કારણે ભેજનું પ્રમાણ વધતા જમીન સ્તર પર ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેને લઇ ખુલ્લા મેદાની વિસ્તાર સહિત ખેતરોમાં પાણીની બુંદો જાેવા મળી હતી.   ધુમ્મસને  લઇ રવી સીઝનના ખેતીના ઉભાપાકો પર માઠી અસર થવાની શક્યતાઓને લઇને ખેડૂત વર્ગમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળ્યો છે.
દિયોદર ઃ દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને એકાએક પલટાથી  ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે હાઇવે વિસ્તાર પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ધુમ્મસ વાતાવરણના લીધે એક કુદરતી નજારો જાેવા મળ્યો હતો. જેમાં માઉન્ટ આબુમાં જેમ ધરતી ઉપર વાદળો ઉતરે છે તેવો નજારો સર્જાયો હતો.  જાેકે  હિમવર્ષા જેવા પાણીના બુંદોના કારણે ખેતી પાકો જેવા કે વરિયાળી, જીરું, એરંડા, રાયડો જેવા પાકોના ફૂલો ખરી જવાની સંભાવના સેવાય રહી છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. ધુમ્મસભર્યું વાતાવરણ અને શિત લહેરની ભારે અસર વર્તાઈ હતી.
ઝેરડા ઃ ડીસા તાલુકાના ઝેરડા તેમજ ગ્રામિણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બટાકા, એરંડા, રાયડો, જીરું જેવી ફસલમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. જેથી ધરતી પુત્રો ચિંતામાં મુકાયા છે. જેમાં મંગળવાર વહેલી સવારમાં ધુમ્મસવાળુ વાતાવરણ થતા કાશ્મીર જેવો માહોલ જાેવા મળ્યો હતો.
થરાદ ઃ  વહેલી સવારથી ધુમ્મસ છવાયું હતું અને ઠંડી સાથે ધુમ્મસની ચાદર જાેવા મળી હતી. રાજગઢ સામેના ભાગમાં નજારો જાણે કે વાદળ નીચે આવી ગયા હોય તે જાેવા લોક વહેલી સવારે ઉમટી પડયા હતા.
થરા ઃ  કાંકરેજ તાલુકાના થરા, શિહોરી સહિત
આજુબાજુના વિસ્તારમાં મંગળવારે વહેલી સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાતા ધુમ્મસભર્યા વાતાવરણથી નેશનલ હાઇવે ઉપર તેમજ ખેતરોમાં ધૂંધળુ વાતાવરણ સર્જાતાં વાહનચાલકોને વાહન ચલાવવામાં પારાવાર મુશ્કેલી સર્જાઈ હતી. સવારે તો હાઈવે
પણ સુમસામ દેખાઈ રહ્યો હતો. સમગ્ર વિસ્તારના ખેડૂતોના  મુખ ઉપર ચિંતાના વાદળો ધેરાયા હતા.

Download Our B K News Today App



Related News