રાજ્યના નાયબ મુખ્યમંત્રીની હોલીને લઈને સ્પષ્ટતા ગુજરાતમાં હોળી પ્રગટાવવાની આંશિક મંજૂરી, ધૂળેટી પર રોક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-25 11:50:48
  • Views : 281
  • Modified Date : 2021-03-25 11:50:48

કોરોના વાયરસનો ફેલાવો ફરી વખત વધી ગયો છે. દરરોજ સામે આવતા કેસના આંકડા રેકોર્ડ તોડી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત પ્રતિબંધો લાગવાની શરૂઆત થઇ છે. ત્યારે કોરોના વાયરસના કારણે આ વખતે હોળીના રંગમાં ભંગ પડ્યો છે. થોડા દિવસ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હોળી અને ધૂળેટીના તહેવારને લઇને સ્પષ્ટતા કરી હતી.
ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા હોળી ધૂળેટીના તહેવાર અંગે ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન પ્રમાણે હોળીની ઉજવણીને આશિંક છૂટછાટ આપવામાં આવી છે, જ્યારે ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે.
ગાઇડલાઇનમાં જણાવાયું છે કે, હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટા સંખ્યામાં લોકો એકઠા થાય છે. જેના કારણે કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા છે. જેના કારણે આ વખતે મર્યાદિત સંખ્યામાં પરંપરાગત રીતે ધાર્મિક વિધિથી હોળી પ્રગટાવી શકાશે.

Download Our B K News Today App



Related News