ડીસા નગરપાલિકાના સફાઈ માટેના ધુળ ખાતા સાધનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 11:37:14
  • Views : 395
  • Modified Date : 2019-12-13 11:37:14

બનાસકાંઠામાં શહેરોની સાફ સફાઈ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના સાધનોની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ સરકારની અણઆવડત અને સ્થાનિક નગરપાલિકાની બેદરકારીના કારણે કરોડો રૂપિયાના સાધનો ધુળ ખાઈ રહ્યા છે. બનાસકાંઠામાં ડીસા શહેરના વિકાસ માટે અને સાફ સફાઈ માટે ગુજરાત સરકાર દ્વારા લાખો રૂપિયાના સાધનોની ફાળવણી કરવામાં આવી છે.
પરંતુ આ સાધનો હાલમાં નગરપાલિકાના સ્ટોરમાં ધુળ ખાઈ રહ્યા છે. એક તરફ સરકાર સ્વચ્છ ભારત અને ગાંધીજીના માર્ગે ચાલી શહેર રાજ્ય અને દેશને સ્વચ્છ બનાવવા માટે પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત ડીસા નગરપાલિકાને પણ સરકારે સાફ સફાઈ માટે હાથલારી, ટ્રક, ક્રેન સહિતના અનેક સાધનો આપ્યા છે. પરંતુ હાથલારી આપી છે તો કચરો ભરવા ડબ્બા નથી આપ્યા, ટ્રક આપી છે પરંતુ ડ્રાઇવર નથી, ક્રેન આપી છે તો પ્રોપર ટ્રેન ઓપરેટર નથી. જેના કારણે લાખો રૂપિયાના સાધનો સરકારની અણઆવડતના કારણે નગરપાલિકાના સ્ટોરમાં ધુળ ખાઈ રહ્યા છે. ડીસા શહેરમાં હાલ અનેક વિસ્તારો ગંદકીમાં ગરકાવ છે.
નગરપાલિકા વિસ્તારમાં ૨ લાખની વસ્તી સામે માત્ર ૩૦૦ જેટલા જ સફાઈ કર્મચારીઓ છે અને નાના અને ગીચ વિસ્તારમાં જઈ શકે તેવા સફાઈના સાધનો પણ
નગરપાલિકા પાસે પૂરતા નથી. ત્યારે બીજી તરફ સરકારે સ્થાનિક સત્તાધીશો જોડે પરામર્શ કર્યા સિવાય આવા લાખો રૂપિયાના બિનજરૂરી સાધનોની ફાળવણી કરી દીધી છે. જેના કારણે છેલ્લાં બે-ત્રણ વર્ષથી  આવા સાધનો નગરપાલિકાના સ્ટોરમાં સડી રહ્યા છે, પર ધૂળ જામી ગઈ છે તો હાથલારીઓ પર ઝાડ ઊગી ગયા છે. હાલ માત્ર ડીસા જ નહીં પરંતુ ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓમાં સરકારના અધર નિર્ણયને કારણે લાખો રૂપિયાના સાધનો હાલ ધુળ ખાઈ રહ્યા છે. જેના કારણે ડીસાના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સરકારના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News