ગત વર્ષનો સર્વોચ્ચ દૂધ પ્રાપ્તિનો આંક વટાવી બનાસ ડેરીએ ૭૩.૯૩ લાખ લીટર દૂધનું સંપાદન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 11:39:16
  • Views : 317
  • Modified Date : 2020-11-28 11:39:16

જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની જીવાદોરી સમી બનાસડેરીએ ગતરોજ દૂધ
સંપાદનમાં ગત વર્ષનો ૭૩.૭૨ લાખ લીટરનો આંક વટાવીને ૭૩.૯૩ લાખ લીટર  દૂધનું સંપાદન કરતા બનાસમાં સર્વોચ્ચ દૂધ
સંપાદનનો નવો અધ્યાય આલેખાયો હતો.
બનાસ ડેરીના ચેરમેન  શંકરભાઈ ચૌધરીએ જિલ્લાના દૂધ ઉત્પાદકોને અભિનંદન આપતાં જણાવ્યું છે કે આપ સૌની મહેનત અને બનાસ ડેરી પ્રત્યેના ભરોસાને કારણે ગતરોજ બનાસમાં દૂધ સંપઉત્પાદનનો સર્વોચ્ચ સ્કોર નોંધાયો છે. તેમણે બનાસના દૂધ ઉત્પાદકોને હૈયાધારણ આપતાં જણાવ્યું કે દૂધના જંગી વધારાને પહોંચી વળવા બનાસ ડેરીનું તંત્ર સંપૂર્ણ સજજ છે અને એક પણ દિવસ "મિલ્ક હોલી ડે" રાખવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વધતા જતા દૂધના
પુરવઠાને પહોંચી વળવા દિયોદર તાલુકાના સણાદર ગામે ૩૦ લાખ લીટર પ્રતિદિન ક્ષમતા ધરાવતા નવા ડેરી પ્લાન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી એક દોઢ વર્ષમાં તેનું કામ  પણ પૂર્ણ થશે.

Download Our B K News Today App



Related News