ઢુઢીયા બાપજી મેહ વરસાવો...વરસાદને રીઝવતાં લાખણી તાલુકાના સણીયાલીપુરા પ્રા.શાળાના બાળકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-30 11:38:01
  • Views : 268
  • Modified Date : 2022-06-30 11:38:01

 

     ઉનાળાની ઋતુ પૂરી થઈ અને ચોમાસુ બેસી ગયું. છતાં લાખણી પંથકમાં વરસાદનો છાંટોય પડ્યો નથી. ખેડૂતોને વાવણી કરવી છે છતા વરસાદ નથી. એવામાં આજે શાળાના બાળકોને ભગવાનભાઈ દેસાઈએ ઢુઢીયા મહારાજ વિશે પૂછ્યું...પણ કોઈ બાળક ઢુઢીયા મહારાજ વિશે જાણતો હતો... સણીયલીપુરા પ્રા.શાળાના બાળકોના વાલીઓ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે...એવામાં શાળાના શિક્ષક મિત્રોએ બાળકોને પેલાના સમયમાં વરસાને રીઝવવા માટે ઢુઢીયા મહારાજ ઉપર પાણીનો અભિષેક કરવામાં આવતો એવી માહિતી આપી...અને આજે શાળાના બાળકો જોડેથી ઢુઢીયા મહારાજ બનાવી તેના ઉપર પાણીનો અભિષેક કરવામાં આવ્યો. જેમાં શાળાના તમામ બાળકો અને શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં 5 બાળકીઓને વારાફરતી ઢુઢીયા  મહારાજ ને માથાઉપર ઉપડાવી નૃત્ય સાથે એના ઉપર પાણીનો અભિષેક કરવામાં આવ્યો... કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો આપણી પ્રાચીન સંસ્કૃતિને ભૂલી ના જાય અને આપણી ગૌરવપૂર્ણ સંસ્કૃતિને જાળવી રાખે... સાથે સાથે આપણી જૂની સંસ્કૃતિને જાણે હતો... કાર્યક્રમમાં શાળાના ઉત્સાહી આચાર્ય દસરથભાઈ ચેનવા,ભગવાનભાઈ દેસાઈ,સુનિલભાઈ પટેલ,મૌલિક ચૌહાણ, અણદાભાઈ જાટ અને smc પરિવારના સભ્યો જોડાયા હતા...કાર્યક્રમના અંતે બાળકોને સેવ અને બુંડીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો...

Download Our B K News Today App



Related News