ધર્મવાદ અને જાતિવાદ કોંગ્રેસ ફેલાવે છે ભાજપ તો બધાને સાથે લઈને ચાલે છે ઃ પરબતભાઈ પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 06:03:30
  • Views : 510
  • Modified Date : 2019-04-10 06:03:30

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં પુરજાશે રંગ જામ્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર  પરબતભાઈ પટેલની સાથે હજારો હાથ જાડાઈ ગયાં છે અને બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળને ભાજપનો કેસરીયો આભે દેખાતા બોલતા અચકાય છે. જેમાં પરબતભાઈ પટેલને દરેક સભામાં હજારો કાર્યકરો અને મતદારોનો જુસ્સો જાવા મળી રહ્યો છે. પરબતભાઈએ ધાનેરા - લાખણી પાલનપુરમાં સભા યોજી જેમાં દરેક સમાજ જ્ઞાતિએ પોતાના સન્માન સાથે આવકારી લીધો છે. તો બીજુ બાજુ પરબતભાઈએ જણાવ્યું હતું કે ભાજપ પાર્ટી બધાને સાથે લઈને ચાલે છે અને
દરેકનો વિકાસ કરે છે. કોંગ્રેસ પાર્ટી જાતિવાદ અને ધર્મવાદ ફેલાવે છે.  ભાજપે હંમેશા નાના માણસની ચિંતા વ્યક્ત કરી યોજનાઓ ઘડી છે. જ્યારે આજે ગઢ ગામમાં ગ્રામજનો દ્વારા અભુતપૂર્વ ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ જેમાં ઠાકોર સમાજ, મુસ્લિમ સમાજ, દલિત સમાજના આગેવાનોએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપમાં જાડાયા છે.


Download Our B K News Today App



Related News