રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો ર્નિણય ૧લી ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧નું શિક્ષણ કાર્ય શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 10:42:51
  • Views : 313
  • Modified Date : 2021-01-28 10:42:51

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આગામી ૧લી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ના વર્ગોનું શિક્ષણકાર્ય શરૂ કરાશે અને ધો-૯ થી ૧ર પૂરતા ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરી શકાશે. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ધો. ૯ અને ૧૧ના શાળાના  વર્ગો તેમજ ૯ થી ૧રના ટયૂશન કલાસીસ શરૂ કરનારી શાળા-સંસ્થાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે રાજ્ય સરકાર-કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા એસઓપીનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે.
મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે લેવાયેલા ર્નિણય અંગે વધુ માહિતી આપતા  ચુડાસમાએ કહ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગની અસરકારક કામગીરીના પરિણામે કોરોનાનું સંક્રમણ ઘટતું જાય છે અને કેસોની સંખ્યા પણ ઘટી રહી છે તેવા સંજાેગોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુ બગડે નહીં એ માટે આ વિદ્યાર્થી હિતલક્ષી મહત્વનો ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ
પણ જણાવ્યું કે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોચિંગ કલાસીસ પણ રાજ્યમાં પૂનઃ શરૂ કરી શકાશે.
રાજ્યમાં કાર્યરત સરકારી, ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં હવે તા.૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧નું શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને તે જ રીતે ખાનગી ટ્યૂશન ક્લાસીસ પણ ધો. ૯ થી ૧રના વર્ગનું સંચાલન શરૂ કરી શકશે, પરંતુ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈનની જે એસઓપી અગાઉ ધો. ૧૦ અને ૧રના તેમજ ઉચ્ચશિક્ષણમાં કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ કરતાં પહેલાં  તા.૮મી  જાન્યુઆરી એ જાહેર કરેલી છે તે એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોલેજ કક્ષાએ ઉચ્ચશિક્ષણ માટે પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
કોલેજની હોસ્ટેલમાં કોવિડ-૧૯ સંદર્ભે કોવિડ કેર સેન્ટર કાર્યરત કર્યા હતા આ સેન્ટરો સંપૂર્ણ ખાલી જાેવા મળી રહ્યા છે. રાજ્યના આરોગ્ય સચિવ અને શિક્ષણ સચિવ દ્વારા આવા કેર સેન્ટરની સંપૂર્ણ ચકાસણી કરીને, સેનિટાઈઝેશન સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને રહેવાલાયક છે એવી ચકાસણી કર્યા પછી રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા બાદ આ અંગે યોગ્ય ર્નિણય કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Download Our B K News Today App



Related News