આવતીકાલે ધોરણ-10નું જાહેર થશે પરિણામ..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-20 14:27:54
  • Views : 401
  • Modified Date : 2019-05-20 14:27:54

રાજ્યમાં આવતીકાલે એટલે કે 21મી મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 6 વાગ્યાથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇડ WWW.GSEB.ORG પર જઇને જોઇ શકશે. તમને જણાવી દઇએ કે, રાજ્યભરમાંથી ઘોરણ-10માં કુલ 11.59 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.ધોરણ-10માં આ વખતે 7,054,65 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થિનીઓઓ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત 6,222 ફિઝિકલ ડિસેબલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે સૌથી વધુ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધો-10માં અમદાવાદ શહેર-ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.રાજ્યમાં ધોરણ-10ની પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઇ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસ ઝેરોક્ષોની દુકાનો બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News