ધોરાજીના ભૂખીનો ભાદર- 2 ડેમ ફરી ઓવર ફલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-04 15:48:56
  • Views : 97
  • Modified Date : 2023-07-04 15:48:56

ચોમાસાના આગમનની સાથે જ સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની સારી એવી આવક થઇ છે. રાજકોટના ધોરાજીના ભૂખીનો ભાદર- 2 ડેમ ફરી ઓવરફલો થયો છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે. જેના પગલે ભાદર- 2 ડેમના2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 5265 ક્યુસેક પાણીની આવક અને જાવક થઇ રહી છે. ડેમનું પાણી ભાદર નદીમાં છોડવામાં આવતા ભાદર નદી બે કાંઠે વહેવા લાગી છે. ધોરાજીથી પોરબંદર સુધી ભાદર કાઠાનાં ગામોને એલર્ટ કરાયા છે. ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, પોરબંદર ઘેડ પંથકના 67 જેટલા ગામોની સિંચાઈ માટેની સમસ્યાનો હલ થયો છે.

Download Our B K News Today App



Related News