વાવાઝોડાને લઇને ધોરાજી અને જેતપુર સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-06 18:23:21
  • Views : 524
  • Modified Date : 2019-11-06 18:23:21

મહા વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમા વ્યાપક જોવા મળી રહી છે. જેમાં સવારથી બપોર સુધી ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ સમગ્ર વાતાવરણમાં પલ્ટો આવ્યો છે જેના કારણે સમગ્ર વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. જેમાં ધોરાજીમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ જેતપુરના મંડલીકપુરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જસદણ તાલુકાના અમુક ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આમ આ પ્રકારના વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિતા જોવા મળી રહી છે. ખેડૂતોના ઉભા કપાસ અને મગફળી સહિતના મોટાભાગના  પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. મગફળીનો પાક પાકી ગયો હોવાથી ખેડૂતો ઉપાડી રહ્યા છે ત્યારે બીજી તરફ વરસાદ વિઘ્ન બની વરસી રહ્યો છે.

Download Our B K News Today App



Related News