મજુર અધિકાર મંચે ઈન્ફોસિટી પોલીસ પર આક્ષેપ કરતા કહ્યુ પોલીસે ૭૦ વર્ષીય વૃદ્ધનું નિવેદન લેવા માટે તેમને ગાંધીનગર બોલાવ્યા બાદ તેમને ઢોર માર માર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 11:39:49
  • Views : 331
  • Modified Date : 2020-08-29 11:39:49

ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં ગત ૧૪ ઓગસ્ટના રોજ મજુરી કરતા એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મજુર અધિકાર મંચે ઈન્ફોસિટી પોલીસ પર વૃદ્ધને ઢોર માર મારવાનો આક્ષેપ કર્યો છે. પોલીસ
તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક દાહોદ જિલ્લાનો હતો અને મૃતક સાથે તેમના ૭૦ વર્ષીય સબંધી તેરસીંગભાઈ પણ રહેતા હતા. આ મોત બાદ તેરસીંગભાઈ દાહોદ પરત ચાલ્યા ગયા હતા. જેથી પોલીસે આ વૃદ્ધનું નિવેદન લેવા માટે તેમને ગાંધીનગર બોલાવ્યા હતા. આ સમયે પોલીસે વૃદ્ધને ઢોર માર માર્યો હતો. મૃતક સાથે તેમના સબંધી તેરસીંગભાઈ પણ રહેતા હતા. આ મોત બાદ તેરસીંગભાઈ દાહોદ પરત ચાલ્યા ગયા હતા. જેથી પોલીસે આ વૃદ્ધનું નિવેદન લેવા માટે તેમને ગાંધીનગર બોલાવ્યા હતા. આ સમયે પોલીસે વૃદ્ધને ઢોર માર માર્યો હતો. આ સાથે જ મજુર અધિકાર મંચે સંગાડા બાબુભાઈના મૃત્યુ કેસમાં નિષ્પક્ષ રીતે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરાવી સત્ય બહાર લાવવાની માગ કરી છે.
ફતેપુરા તાલુકાના મારગાળા ગામના સંગાડા બાબુ ગાંધીનગરમાં પંકજ ઠાકોરને ત્યાં ટ્રેકટરમાં મજુરી કામ કરતા હતા, ત્યારે ગત ૧૪ ઓગસ્ટના રોજ તેમનો મૃતદેહ ઈન્દ્રોડા ગામમાંથી મળી આવ્યો હતો. આ બનાવ બાદ મૃતક સાથે રહેતા તેમના સંબંધી તેરસીંગભાઈ
પોતાના વતન ચાલ્યા ગયા હતા. જેથી પોલીસે તેમની જુબાની માટે તેમને ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. મજુર અધિકાર મંચે વધુમાં જણાવ્યું કે, પોલીસના બોલાવવાથી તેરસીંગભાઈ ૨૬ ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશન આવ્યા હતા. જ્યાં તેમણે પોલીસના કહ્યા મુજબ જુબાની લખી નહોતી. જેથી પોલીસે તેમને ઢોર માર માર્યો હતો. આ અંગે એસસી-એસટી સેલના ડીવાયએસપી ને પણ રજૂઆત કરવામાં આવી છે. મજુર અધિકાર મંચની ટીમે વધુમાં જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ શાહરૂખે તેરસીંગભાઈનું નિવેદન સીસીટીવી કેમેરા સામે લીધું હતું. જેમાં તેરસીંગભાઈએ ટ્રેક્ટર માલિક પંકજ ઠાકોર વિરુદ્ધ મજબૂત જુબાની આપી હતી. આ સમયે પીએસઆઈ રીના પટેલને જુબાની યોગ્ય નહી લાગતા તેમણે પૈસાદાર લોકોની સામે ફેર નિવેદન લીધુ હતું અને પોલીસે પોલીસ સ્ટેશનમાં જ તેરસીંગભાઈને ઢોર માર મારી તેમનું નિવેદન બદલાવી દીધું હતું. આ ઉપરાંત પોલીસે તેરસીંગભાઈને ખોટા કેસમાં ફીટ કરવાની ધમકીઓ પણ આપી હતી. મજુર અધિકાર મંચે રાજધાનીમાં પોલીસના આ બર્બરતાપૂર્ણ વ્યવહારની સખત શબ્દોમાં નિંદા કરી દોષિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરી તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગ કરી છે.

Download Our B K News Today App



Related News