નગરપાલિકાના હુકમને ઘોળીને પી જતા ધાનેરાના દુકાનદારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 11:02:26
  • Views : 415
  • Modified Date : 2019-05-14 11:02:26

ધાનેરા નગરના તમામ રસ્તાઓ ઉપર દુકાનદારો
૧૦-૧૦ ફુટ દબાણો કરી દેતા રસ્તાઓ સાંકડા બની જવા
પામ્યા છે. જેના કારણે આવતા જતા વાહનોને ભારે મુશ્કેલી
પડે છે અને આ બાબતે પાલિકા દ્વારા દંડનીત કાર્યવાહી કરવા છતાં આ વેપારીઓના પેટનું
પાણી પણ હલતુ નથી. જેથી તેમની સામે પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવું લોકો જણાવી રહ્યા છે.
ધાનેરા શહેરમાં તમામ માર્ગો જેવા કે જુના બસસ્ટેન્ડથી ગંજબજાર રોડ, બસસ્ટેન્ડથી નેનાવા રોડ, બસસ્ટેન્ડથી લાયબ્રેરી રોડ તથા બસસ્ટેન્ડથી ડીસા રોડ તમામ રસ્તાઓ ઉપર દબાણના લીધે રસ્તાઓ સાંકડા બની જાવા પામ્યા છે અને ખાસ કરીને ગંજબજાર તરફના માર્ગ ઉપર તો દુકાનોની આગળ ૧૦ ફુટના પાકા શટરવાળા દબાણો અને તેની આગળ ૧૦ ફુટ માલ બહાર મુકવાના લીધે રસ્તાઓ સાંકડા બની જતાં ગંજબજાર તરફ જતા વાહનોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. જ્યારે ડીસા રોડ અને નેનાવા રોડ ઉપર વાહનો આડેધડ પાર્ક કરી દેવાતાં ત્યાં પણ આજ પ્રકારની હાલત છે. જયારે કોઇ
ઇમર્જન્સી હોય ત્યારે ૧૦૮ કે ફાયર ફાયટરને નીકળવામાં પણ ભારે મુશ્કેલી પડતી હોવા છતાં આ બાબતે પાલિકા કે પોલિસ દ્વારા કોઇ પણ પ્રકારના પગલાં ન લેવામાં આવતાં રાહદારી અને વાહચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને અગાઉ આ રજૂઆતો લોકદરબાર અને સ્વાગત કાર્યક્રમમાં પણ કરવામાં આવી હતી. જેથી પાલિકા અને પોલીસ દ્વારા એક દિવસ કાર્યવાહી કરીને કામ પુરુ કરી દેવામાં આવતુ હોય છે. જેથી તે દંડ વસુલ કરીને ગયા બાદ તમામ દબાણો ફરીથી જેસે થે જેવી Âસ્થતિમાં આવી જતા હોય છે અને આ બાબતે પાલિકા દ્વારા કરવામાં આવેલ હુકમને પણ પી જતા હોય છે. આ અંગે કાનજીભાઇ એ જણાવેલ કે પાલિકા કોઇ કાર્યવાહી કરતી નથી અને ધાનેરામાં દિવસને દિવસે દબાણો વધી રહ્યા છે. તો આ દબાણો પણ સત્વરે દૂર કરાવીને માર્ગ ખુલ્લો કરાવવો અને પોલીસે પણ આ રસ્તામાં પાર્ક થતા વાહનો સામે કાર્યવાહી કરવી જોઇએ.

Download Our B K News Today App



Related News