૨૦૧૫ અને ૨૦૧૭ માં મુખ્યમંત્રી દ્વારા અપાયેલા આદેશને અધિકારીઓ "ઘોળીને પી" ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-02 11:04:00
  • Views : 488
  • Modified Date : 2019-07-02 11:04:00

બનાસકાંઠામાં ૨૦૧૫ અને ૨૦૧૭ માં અતિ ભારે વરસાદ ખબક્યો હતો. નદી, નાળા અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તો ક્યાંક જાનહાની, ક્યાંક મોટું નુકસાન થયું હતું. લાખણી તાલુકામાં આવેલું કુડા ગામ પણ પૂરમાં પ્રભાવિત થયું હતું અને ગામ પૂરી રીતે પડી ભાગ્યું હતું.
૨૦૧૫ માં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કુડા ગામની મુલાકાત લઈ નવું ગામ બનાવી આપવાની ગામલોકોને ખાત્રી આપી હતી. પરંતુ બે વર્ષ વીતવા છતાં નવું ગામ બનાવી આપવાની ખાત્રી અધ્ધર તાલ જોવા મળી. ત્યારબાદ ૨૦૧૭ ફરી બનાસકાંઠામાં પૂરની
પરિસ્થિતિ સર્જાઈ અને કુડા ગામ સંપૂર્ણ નાશ થઈ ગયું.
૨૦૧૭ ગુજરાત સરકાર
પાંચ દિવસ બનાસકાંઠામાં રોકાઈ હતી. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કુડા ગામની મુલાકાત લઈ લે આઉટ પ્લાન મુજબ નવું ગામ બનાવી આપવાનો વિશ્વાસ  આપ્યો.
પરંતુ આજ દિવસ સુધી મુખ્યમંત્રી દ્વારા અપાયેલા આદેશો ક્યાં નજરે પડતા નથી.

Download Our B K News Today App



Related News