ધોળાવીરાની વૈશ્વિક સ્તરે લેવાઈ નોંધ, વર્લ્ડ એટલાસની યાદીમાં મળ્યુ સ્થાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-25 15:17:32
  • Views : 106
  • Modified Date : 2023-08-25 15:17:32

દેશભરની જેમ જ ગુજરાતમાં પણ ઘણા સ્થળોને વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાં જ ભૂગોળની માહિતી આપતી જાણીતી વેબસાઈટ વર્લ્ડ એટલાસે તાજેતરમાં જ અજાયબીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ધોળાવીરાને વર્લ્ડ એટલાસ અજાયબીઓમાં સ્થાન મળ્યુ છે. આ યાદીમાં વિશ્વભરની અજાયબીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્થળોમાં માત્ર 8 કરતા પણ ઓછા સ્થળોને આ યાદીમાં સમાવેશ કરવામાં આવી છે.આ યાદીમાં ગુજરાતનું ધોળાવીરા સહિત વિશ્વના અન્ય હેરિટેજ સ્થળોનો સમાવેશ થાય છે. જેમાં પાકિસ્તાનું મોહેંજો-દરો, ચીનની જાણીતી દિવાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રીસમાં આવેલુ ડાયોનિસસનું થિયેટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ મેક્સિકોમાં આવેલુ ઓલ્મેક કોલોસલ હેડ્સનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડમાં આવેલુ સ્ટોનહેંજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ગુજરાતમાં ધોળાવીરા સિવાય પણ અન્ય હેરિટેજ સ્થળો આવેલા છે. આ સ્થળોમાં અમદાવાદ શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે પાટણમાં આવેલી રાણકી વાવને પણ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાંપાનેર અને પાવાગઢને પણ હેરિટેજ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.પાટણમાં આવેલી રાણકી વાવને 2014માં UNESCOની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. રાજ્યના પાટણમાં આવેલું આ પ્રખ્યાત વાવ રાણકી વાવ તરીકે જાણીતી છે. પાટણની રાણકી વાવ 1063 AD માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી.ગુજરાતના અમદાવાદ શહેરને 2017માં UNESCOની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. અમદાવાદની પોળોમાં નકશીદાર લાકડા પર કંડારવામાં આવેલી વાસ્તુકળા ઉપરાંત વર્ષોથી ઇસ્લામિક, હિંદુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહઅસ્તિત્વ ધરાવતા અમદાવાદને હેરિટેજ સાઈટમાં સ્થળ મળ્યુ છે.

Download Our B K News Today App



Related News