યાત્રાધામ ઢીમા ખાતે ધોળા દિવસ ચોરી ઃ ગ્રામજનોમાં ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 06:10:54
  • Views : 579
  • Modified Date : 2019-04-05 06:10:54

વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા બસસ્ટેન્ડ પર આવેલ પટેલ જેતશીભાઈ અજાભાઈ નામના દુકાનદારની મશીનરીની દુકાનમાંથી ગ્રાહકના વેશમાં ઈકો ગાડી લઈને મંગળવારે સવારે ૧૦ કલાકે આવેલ ચાર શખ્સોએ રૂ.૨૦,૦૦૦ હજાર ભરેલુ પાકિટ, બનાસબેંકની ચેકબુક-પાસબુક, સ્ટેટ બેન્કના ચેકબુક-પાસબુક અને એ.ટી.એમ, રેશનકાર્ડ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ પણ પાકિટમાં હોવાથી ચોરાઈ ગયાં હતાં.મળતી માહિતી અનુસાર યાત્રાધામ ઢીમા બસસ્ટેન્ડ પર મશીનરીની દુકાન પર ગ્રાહક બની આવેલ શખ્સએ ચાર પારલે બિસ્કિટ લીધાં. ત્યારબાદ જાફરી ખરીદી હતી. તો વળી ત્યારબાદ દુકાનદારને એક શખ્સે કહ્યું કે સામે શુ છે.તો દુકાનદારે કહ્યું કે એ કલરનું ડબલુ છે. તો એને કહ્યું કે આપો ત્યારે એક શખ્સ દુકાનમાં આવી ગયો અને બે શખ્સો બહાર ઉભાં રહ્યાં અને એક ગાડીમાં બેઠો હતો ત્યારે કલરનું ડબલુ આપ્યાં બાદ એને કહ્યું કે આવું નહિ બીજું આપો અને પાછળ બીજો ડબ્બો લેવાં ગયાં ત્યારે બે શખ્સોમાંથી એક જાણભેદુએ પૈસા ભરેલ પાકિટ લઈને ગાડીમાં મૂકી દીધું અને પછી બે શખ્સોએ કલરનો ભાવ બરાબર નથી એમ કહીને તરત જતાં રહેતાં શંકા જતાં ખબર પડી,કે પાકિટ ઉપાડી ગયાં હતાં તો વળી સુથાર સમાજની ધર્મશાળાના સીસીટીવી ફુટેજમાં ઈકો ગાડીનો નંબરને આધારે વધુ તપાસ વાવ પોલીસે હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે યાત્રાધામ ઢીમામાં ધોળે દિવસે ચોરીને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.


Download Our B K News Today App



Related News