ધાનેરાના હડતાના યુવકની લાશને દોઢ મહીને બહાર કઢાવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-08 11:19:21
  • Views : 5047
  • Modified Date : 2020-11-08 11:19:21

ધાનેરા તાલુકાના હડતા ગામનો દિનેશભાઇ તલકાભાઇ મેઘવાળનો રાજસ્થાનમાં ૧૦/૦૯/૨૦૨૦ ના રોજ અકસ્માત થતાં તેને લોકોએ સાંચોરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા અને તેના પરિવારને જાણ કરતાં આ યુવકને વધુ સારવાર માટે પાલનપુર અને ત્યાંથી મહેસાણા લઇ જવામાં આવ્યો હતો અને તે ૧૨ સપ્ટેમ્બરના રોજ મરણ જતાં તેને ૧૩
સપ્ટેમ્બરના રોજ દફનવિધી કરવામાં આવેલ. અને થોડા દિવસ પછી તેના ભાઇને કોઇકે કહેલ કે તેને અકસ્માત નહોતો થયો પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. જેથી મરણ જનારના ભાઇ પ્રકાસભાઇ તલકાભાઇ મેઘવાળ રહે. હડતાવાળાએ સાંચોર કોર્ટમાં ત્રણ ઇસમો (૧) સેંધાભાઇ રાવતાભાઇ માજીરાણ રહે. થાવર, (૨) કાન્તીભાઇ પુનમાભાઇ માજીરાણા રહે. નેનાવા તથા (૩) પથુભાઇ મફાભાઇ મેઘવાળ રહે. ધાનેરા વાળાઓ સામે હત્યાની ફરીયાદ આપતાં નામદાર કોર્ટ દ્વારા આ બાબતે સાંચોર પોલિસને તપાસ સોપતા અને આ મરણ જનારની લાશ બહાર કઢાવવા માટે ધાનેરા પ્રાંત અધિકારીને લેખીતમાં જણાવતા શનિવારે ધાનેરા મામલતદાર તથા તેમની ટીમ, ફોરેન્સીક ટીમ, ડોક્ટરોની ટીમ, સાંચોર
પોલીસ તેમજ ધાનેરા
પોલીસની ટીમ હડતા ગામે
પહોંચીને યુવકની લાસને બહાર કાઢી હતી અને તેને
પોસ્ટમોટમ માટે ધાનેરા લાવવામાં આવી હતી. પરંતુ આ લાશને દોઢ મહીનો થવાથી લાસને   ફોરેન્સીકમાં તપાસ માટે મુકવી પડે તેમ હોવાથી લાસને સાંચોર પોલીસ અમદાવાદ ખાતે લઇ ગઇ હતી.

Download Our B K News Today App



Related News