અનેક યુવાનો વ્યાજના ચક્કરમાં ગાંધીનગરમાં ગેરકાયદેસર નાણાં ધીરધારનો ધંધો ધમધમ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 11:24:19
  • Views : 308
  • Modified Date : 2021-03-26 11:24:19

ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં લોકડાઉનના સમય બાદ ખાનગી નોકરી ધંધો કરતા લોકો આર્થિક ભીડમાં આવ્યા છે તેનો સીધો ફાયદો
ગેરકાયદે વ્યાજનો ધંધો કરતા લોકોને ઘી કેળા જેવી સ્થિતિ થઈ ગઈ છે અને લોકો પાસેથી મન ફાવે તેમ વ્યાજની વસુલાત કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા પણ ખોટી રીતે વ્યાજની વસુલાત કરતા લોકોને પકડીને પાસા સુધીની કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે પરંતુ ફરિયાદ નહી થવાને કારણે આવા વ્યાજખોરોને મોકળું મેદાન મળી જાય છે. નાણા લેનાર વ્યક્તિ વધુને વધુ વ્યાજના ચક્કરમાં ફસાતો જાય છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર શહેરમાં કુડાસણ સરગાસણ અને શહેર વિસ્તારમાં ગેરકાયદે ફાઈનાન્સરોનો રાફડો ફાટ્યો છે. નાકે નાકે નાણાધીરધારનો ધંધો શરૂ થઈ ગયો છે અને ઉંચા વ્યાજની વસુલાત કરવામાં આવી રહી છે. નાણા વ્યાજે લેનાર વ્યક્તિ એક વખત વ્યાજના ચક્કરમાં ફસાયા બાદ તે બહાર આવી શકતો નથી. આવા ગેરકાયદે ફાઈનાન્સરોની ઓફિસો તો હોતી નથી
પરંતુ તે ચાની કીટલી અને તેમના ચોક્કસ અડ્ડા પર મળી રહેતા હોય છે. નાણા લેનાર વ્યકિતને પ્રથમ તો કંઈ પણ પુછપરછ કર્યા વગર નાણા આપી દેવામાં આવે છે. ત્યારબાદ ધીરે ધીરે વ્યાજની રકમમાં વધારો કરવામાં આવતો હોય છે. ત્યારબાદ સમયસર વ્યાજ ના આપે તો પેન્લટીના નામે મોટી મોટી રકમ પડાવવામાં આવતી હોય છે. ત્યારબાદ ધીરે ધીરે તેની પાસેથી તેના વાહન અને અન્ય નાની મોટી મિલક્ત પણ પચાવી પાડવામાં આવતી હોય છે.
નાણા લેનાર વ્યક્તિ આબરૂ ન જવાની બીકે ચુપચાપ બધુ સહન કરતો હોય છે પરંતુ આ વ્યાજખોરોની ભુખ સંતોષાતી નથી અને નાણા લેનાર વ્યક્તિ
પાઈમાલ બનતો જાય છે. ગેરકાયદે નાણાધીરનાર માનસીક એટલો ત્રાસ આપવામાં આવે છે કે કોઈપણ નાણા લેનાર વ્યક્તિ ઘર છોડવા પર મજબુર બની જાય છે. ઘણા કિક્સામાં તો આવા ગેરકાયદે ફાઈનાન્સરો જ્યાં સુધી નાણાનું વ્યાજ સમયસર ના આપે તો તેની કોઈ ચોક્કસ જગ્યા પર બેસાડી રાખવામાં આવે છે અને તેને સંપર્ક વગરનો કરી દેવામાં આવે છે. અને તેને કલાકોના કલાક બેસાડી રાખવામાં આવે છે.  પોલીસ તંત્ર પણ જ્યાં સુધી આવા ગેરકાયદે નાણાધીરનાર વ્યકિતોએ વિરૂધ્ધ કોઈ ફરિયાદ ન કરે ત્યાં સુધી કંઈ કરી શકતી નથી. અને નાણા લેનાર વ્યકિત આબરૂ જવાના ડરથી ફરિયાદ આપતો નથી. જાે ફરિયાદ કરવામાં આવે તો આ ગેરકાયદે ફાઈનાન્સરોને પાસા સુધીની સજાની પણ જાેગવાઈ કરવામાં આવી છે.

૩૦ ટકા સુધીના વ્યાજની વસુલાત
ગેરકાયદે નાણાધીરનાર વ્યક્તિઓ નાણા લેનાર પાસેથી ૩ ટકાથી માંડી ૩૦ ટકા સુધીની વ્યાજની વસુલાત કરતા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત પેન્લટીના નામે પણ ધીરે ધીરે મસ્ત મોટી રકમ વસુલતા હોવાની વાત પણ બહાર આવી છે.

ધાક ધમકી અને માનસીક ત્રાસ પણ આપવામાં આવે છે
નાણા લેનાર વ્યકિતને આવા ગેરકાયદે ઉગી નિકળેલા ફાઈનાન્સરો માનસીક ત્રાસ આપતા હોવાની તથા ઘરે જઈ બબાલ કરી ગાળાગાળી કરવાની બીક પણ આપવામાં આવતી હોય છે. કટેલાક કિસ્સામાં તો નાણા લેનાર વ્યકિતે સવારે ૪ વાગે ઘરેથી નિકળી જાય તો મોડી રાત્રે ૧૨
પછી ઘરે આવતો હોય છે આવા ગેરકાયદેસર વ્યાજખોરોના ડરને કરાણે

ફરિયાદ ન થાય ત્યાં સુધી
પોલીસના હાથ બંધાયેલા
આવા ઉંચા વ્યાજની વસુલાત કરવામાં આવે છે તે વાત જગજાગર હોવા છતાં પણ આવા વ્યાજખોરો સામે કોઈ જલ્દી ફરરિયાદ કરતું નથી તેને કારણે પોલીસના હાથ પણ બંધાયેલા હોય છે જેથી કોઈ કાર્યવાહી થઈ શકતી નથી અને આ વ્યાજખોરોને મોકળુ મેદાન મળી જાય છે.

વ્યાજખોરોનું પોલીસ સાથે સીધું સેટીંગ
ઘણા કિસ્સામાં તો આવા ઉંચા વ્યાજની વસુલાત કરતા વ્યાજખોરોનું પોલીસ સાથે સીધી સેટીંગ હોઈ છે. જે નાણા લેનાર વ્યકિતને પહેલાથી જ ખબર હોવાને કારણે નાણા લેનાર વ્યકિત
પોલીસ પાસે જતા પણ ડર તો હોય છે અને આ વ્યાજખરો મનફાવે તેમ વ્યાજની વસુલાત કરતા હોય છે.

Download Our B K News Today App



Related News