ગાંધીનગરના વાર્ષિક ક્રેડિટ પ્લાન માટે ૪,૧૪૩ કરોડના ધિરાણનો લક્ષ્યાંક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-26 12:14:13
  • Views : 393
  • Modified Date : 2020-06-26 12:14:13

ગાંધીનગર જિલ્લા વાર્ષિક ક્રેડિટ પ્લાન ૨૦૨૦-૨૧ ની યોજાયેલી બેઠકમાં ગાંધીનગર જિલ્લાની વાર્ષિક ક્રેડિટ
પ્લાન -૨૦૨૦-૨૧ પુસ્તિકાનું કલેકટરના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકના આરંભે એલ.ડી.એમ, ગાંધીનગર પ્રકાશ વિજયવર્ગીય એ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાની વાર્ષિક ક્રેડિટ યોજના અંતર્ગત વર્ષ- ૨૦૨૦- ૨૧ માટે
કુલ- રૂપિયા ૪,૧૪૩ કરોડના ધિરાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાં રૂપિયા ૨૪૨૮ કરોડ કૃષિ અને કૃષિ સંબંધિત ક્ષેત્ર, રૂપિયા ૭૫૮ કરોડ ઉધોગ – ગ્રામિણ વિકાસ ક્ષેત્ર માટે અને રૂપિયા ૯૫૭ કરોડ કૃષિ ક્ષેત્ર સિવાયના ક્ષેત્ર માટે ફાળવણી કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના એચ.ટી.યાદવ, નાબાર્ડના ડી.ડી.એમ. નિરજસિંહ, બેંક ઓફ બરોડાના ડી.આર.એમ. બલદેવ પટેલ, જિલ્લા કૃષિ અભિકારી
ડી.પી.જાદવ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News