પેથાપુરના નાગરિકોની ધીરજના પારખા ના કરો ઃ ગ્રામજનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 11:08:32
  • Views : 261
  • Modified Date : 2021-02-02 11:08:32

મહાપાલિકા દ્વારા
પેથાપુરમાં ડમ્પિંગ સાઇટ બનાવવાનું નક્કી કર્યા પછી ગામમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ સામે આવી રહી છે. કોઇ પણ ભોગે ડમ્પિંગ સાઇટ
પેથાપુરમાં નહિ જ બજાવવામાં આવે તેવી ગ્રામજનો ચિમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે સોમવારે પેથાપુરના નગરજનો દ્વારા ગાંધીનગર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. જ્યારે કહ્યું હતું કે, નગરજનોની ધીરજના પારખા ના કરો.
ગાંધીનગર શહેરનો કચરો કોલવડા પાસે ડમ્પ કરાતો હતો. ત્યારે ગ્રામજનોએ વિરોધ કર્યા બાદથી ડમ્પિંગ સાઇટ બાઇ બાઇ ચારણીની જેમ ખસેડવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી મેળ
પડ્યો નથી. આખરે
મહાપાલિકાએ પેથાપુર ઉપર
પસંદગી કરી હતી. પરંતુ
ડમ્પિંગ સાઇટનું ટેન્ડર બહાર
પાડતાની સાથે જ ગામમાં ભડકો થયો છે. અગાઉ રાત્રિ બેઠકો કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારે સોમવારે સમગ્ર ગામના આગેવાનોએ કલેક્ટર અને કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું.
કલેક્ટર કચેરીમાં એકઠા થયેલા ગ્રામજનોએ આવેદન આપ્યા બાદ જણાવ્યું હતું કે, ડમ્પિંગ સાઇટ આવ્યા બાદ અનેક વેપારીઓની રોજીરોટી છીનવાઇ જશે. એક સમય માટેનું સ્ટેટ ગણાતું પેથાપુર કચરાના કારણે ઝાખું થઇ જશે. જ્યારે હાલમાં
પણ નગરજનો જીઇબીની એસના કારણે સમસ્યા ભોગવી રહ્યા છે. ત્યારે જાે ડમ્પિંગ સાઇટ બનાવાશે તો ગ્રામજનોનંુ આરોગ્ય જાેખમાઇ શકે છે. વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગ્રામજનોને ડમ્પિંગ સાઇટ નહિ બનાવાય તેવું વચન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપ્યું હતંુ. હવે જાે ડમ્પિંગ સાઇટ બનાવાશે તો સ્થિતિ વણસી જશે.
બીજી તરફ પેથાપુર પાસેના ૭ ગામના સરપંચ દ્વારા પણ ડમ્પિંગ સાઇટ બાબતે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. હાલમાં તંત્ર દ્વારા નગરજનોની ધીરજના પારખા કરવામા આવી રહ્યા છે. પરંતુ જાે વધારે પારખા કરવામાં આવશે તો ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થશે, જેના માટે તંત્ર જવાબદાર ગણાશે. ઉલ્લેખનિય છે કે,સમગ્ર નગરના ભાજપ, કોંગ્રેસ સહિત મોભીઓ હાજર રહ્યા હતા. જેમાં
નગરપાલિકાના પૂર્વ હોદ્દેદારોનો પણ સમાવેશ થતો હતો.ં

Download Our B K News Today App



Related News