ધિણોજના રેલવેપુરામાં 25 વર્ષ જુની જર્જરિત પાણીની ટાંકી ઊતારી નવી ટાંકી બનાવવા માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 17:49:21
  • Views : 477
  • Modified Date : 2019-11-25 17:49:21

ચાણસ્માના ધિણોજમાં આવેલા રેલવેપુરા ગામે 1 લાખની ક્ષમતાવાળી ઓવરહેડ પાણીની ટાંકી 25 વર્ષ જૂની જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. જે ટાંકી વર્તમાન સમયમાં ધરાશાયી થાય તો નજીકમાં આવેલ શાળા  સહિતના કેટલાક  રહેણાંક વિસ્તારને મોટુ નુકશાન કરે તેમ છે. જેને ઉતારી નવીન ટાંકી બનાવવા માટે માંગ કરવામાં આવી છે.આ ટાંકી ગામના અંદાજે ૩૦૦૦ જેટલી વસ્તી માટે પીવાના પાણીનો એકમાત્ર સ્તોત્ર માનવામાં આવે છે.આમ  આ અંગે રેલવેપુરાના સરપંચ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે નવી ટાંકી બનાવવા માટે પાણી પુરવઠા વિભાગ તેમજ  ધારાસભ્યને લેખિત તેમજ  મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજ સુધી તેનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક રેલવેપુરા ગામે નવી ઓવરહેડ ટાકી બનાવાય તેવી લોકમાંગ કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News