વાવના રાછેણા ગામે જમીન બાબતે ધીંગાણું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 10:48:32
  • Views : 499
  • Modified Date : 2019-07-18 10:48:32

જર જમીન અને જોરું એ ત્રણેય કજીયાનાં છોરું એ કહેવત અનુસાર વાવ તાલુકાના રાછેણા ગામે બુધવારે સગા ભાઈઓ વચ્ચે ખેતરમાં ચાલવાના રસ્તા બાબતે મનદુઃખ રાખીને પતિ
પત્ની પર જીવલેણ હુમલો કરતાં બન્ને લોકોને વાવની રેફરેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે થરાદની ગઢવી  હોસ્પિટલમાં ખસેડાયા છે. તો વળી ૭ લોકો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે સરહદી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, રાછેણા ગામે ખેતરમાં રસ્તાની બાબતે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ખેતરે ટ્રેકટર લઈને માનાભાઈ પાતાભાઈ પ્રજાપતિ તથા કુરિબેન માંનાભાઈ  પ્રજાપતિ બન્ને પતિ-પÂત્ન પર માથાના ભાગે, છાતીના ભાગ પર તથા પીઠ પાછળના ભાગ પર જીવલેણ હુંમલો કરતાં વાવ પોલીસ મથકે દેવરામભાઈ ભેમાભાઈ પ્રજાપતિ, શંકરભાઈ ભેમાભાઈ પ્રજાપતિ, રામજીભાઈ ભેમાભાઈ પ્રજાપતિ, મહેન્દ્રભાઈ શંકરભાઈ પ્રજાપતિ (પુત્ર) સહિત ત્રણેય ભાઈઓની પÂત્નઓ વિરૂદ્ધ ફરિયાદી દશરથભાઈ માનાભાઈ પ્રજાપતિએ વાવ પોલીસ મથકે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News