“પપ્પા મારા જન્મદિવસે ઢીંગલીવાળી કેક લાવજો”

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 10:47:33
  • Views : 21907
  • Modified Date : 2020-10-22 10:47:33

ડીસાની મૂકબધીર બાળા (કાલ્પનિક નામ મુસ્કાન) ની જે રીતે હત્યા થઈ છે, જેને લઇને આરોપી સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે આ મુશકાનનો બુધવારે જન્મદિવસ હતો. તે બાર વર્ષની થઈ હતી.આ મુસ્કાનના જન્મ દિવસ માટે પિતાએ તેની
પસંદગીના કપડા પણ ઓનલાઇન મંગાવ્યા હતા. અને દીકરીની ઈચ્છા મુજબ ઢીંગલી વાળી કેક મંગાવી હતી. પરંતુ જન્મદિવસના દિવસે મુસ્કાન ખાલીપો પરિવારને
પીડા આપી રહ્યો હતો.
ડીસાની મુશકાન એજ દીકરી છે કે જે બોલી કે સાંભળી શક્તી નહોતી અને તેની ઉંમર માત્ર ૧૨ વર્ષની હતી. જેનું ત્રણેક દિવસ પહેલા જ નિતિન નામના નરાધમે અપહરણ કર્યું હતું. મુશકાનનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને બાદમાં ગળું કાપીને તેની ર્નિદયતા પૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ
આરોપીની અટકાયત કરી દીધી હતી. આજે એ જ મુશકાનનો બુધવારે જન્મ દિવસ હતો. મુશકાન આજે દુનિયામાં નથી રહી. પરંતુ તેની મુશકાનથી તેના પરિવારમાં ખુશી જોવા મળતી હતી તે પણ ગાયબ થઈ ગઈ છે. મુશકાન છેલ્લા ઘણા સમયથી તેના જન્મ દિવસની રાહ જોઈ રહી હતી. અને તેના પરિવાર પાસે તેના જન્મ દિવસની તૈયારીઓ માટે ઈચ્છાઓ પણ વ્યક્ત કરી હતી. પરંતુ દુખની વાત તો એ છે કે આજે તેના જન્મ દિવસ પર જ તે હયાત નથી. મુશકાનની ઈચ્છા હતી કે, તેના જન્મ દિવસ પર ઢીંગલીવાળી કેક લાવવામાં આવે. અને તેના પરિવારના લોકોએ પણ તેના પસંદના
કપડાં પણ જન્મદિવસને લઈ ઓનલાઈન પર ઓર્ડર કર્યા હતા. આજે કેક છે.. તેના
પસંદના કપડાં છે.. તેની ઈચ્છાઓ પૂરી કરવા માટે તેના મિત્રો પણ છે.. પરંતુ કમી હોય તો તે મુશકાનની છે.... મુશકાન હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહીને જતી રહી છે. એક નરાધમની હવસનો શિકાર બનેલી મુશ્કાનના જન્મ દિવસ પર  
પાલનપુરથી તેના મૂકબધિર મિત્રો સાથે તેના ટ્રેનર તેની ઈચ્છાની  ઢીંગલી આકારની કેક લઈને તેના ઘરે આવ્યા હતા. તેના પરિવારજનો સાથે મુશકાનના જન્મ દિવસની ઉજવણી કરી હતી.પરંતુ મુશકાન ક્યાય જોવા ના મળી. તેના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે જ મુશકાનની ગેર હાજરી તેના પરિવારો માટે અસહ્ય પીડા આપી રહી છે.
બાર વર્ષની માસૂમ મુશ્કાન કે જે બોલી કે સાંભળી પણ નહોતી.. પરંતુ તેનું માસૂમ સ્મિત તેના ઘરમાં ખુશીઓ વેરતું હતું.. તે સ્મિત ગાયબ થઈ ગયું છે.. મુશકાન બોલી કે સાંભળી શક્તી નહોતી.. જેથી તેના પરિવાર દ્વારા પણ મુશકાનને પાલનપુરની મૂકબધિર સંસ્થામાં ટ્રેનીંગ
આપવામાં આવતી હતી. આ ટ્રેનીંગ દરમ્યાન મુશકાનની સાથે તેના શિક્ષક અને અન્ય મૂકબધિર બાળકો સાથે મિત્રતા કેળવાઈ હતી. તેમની આગળ મુશકાને તેના જન્મ દિવસ પર આમંત્રિત કર્યા હતા. આ તમામ લોકો મુશકાનને યાદ કરતાં તેમની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી.

Download Our B K News Today App



Related News