ઢીમા એસબીઆઈ બેંકના અધિકારીઓની લાલીયાવાડીથી વિદ્યાર્થીઓ,ખેડૂતો ભારે ત્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 11:16:22
  • Views : 482
  • Modified Date : 2019-06-07 11:16:22

વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં એક વર્ષથી બેંકની સેવાઓ કથળતાં ખેડૂતો, વિદ્યાર્થીઓ સહિત સીનિયર સિટિજનો પણ ભારે પરેશાન થઈ ગયા છે. તો વળી બેંકના કર્મચારીઓનું ઉદ્ધતાઈભર્યુ વર્તન જોઈ લોકો પોતાના કામકાજ અર્થે આવે છે. ત્યારે કોઈપણ કારણ વગર જ વારંવાર ધક્કાઓ ખવડાવે છે.  વાવ તાલુકાની આકોલી ગામની દીકરીઓને ધો.૮માં ગામની સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ હવે વાવની મોર્ડન સ્કૂલમાં અભ્યાસ અર્થે જવાનું હોઈ રાષ્ટ્રીયકૃત બેંકની પાસબુક અનિવાર્ય હતી. ત્યારે આ દીકરીઓ સત્તત ત્રણ દિવસથી ધક્કા ખાતી હોવાનું જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, અત્યારે બેંકમાં ખેડૂતો પાક ધિરાણ ભરવા માટે આવતાં હોય છે. તો વળી પાક ધિરાણ ભરેલું હોય તેવાં ખેડૂતોને પણ લગ્નગાળાની સિઝન હોઈ
પૈસાની જરૂરત હોઈ ખેડૂતોનો ઘસારો વધારે રહે છે. વિદ્યાર્થીઓ પણ પોતાના ખાતાની પાસબુક કે અન્ય ખાતા ખોલાવવા માટે આવતાં હોય છે. બેંકના કર્મચારીઓ પોતાની દાદાગીરી બતાવી લોકોને હેરાન કરે છે. ત્યારે અનેક વખત સીનિયર સિટિજનો પણ બેંકનાં કર્મચારીઓની દાદાગીરીનો ભોગ બન્યાં છે.  વાવ તાલુકાની આકોલી ગામની બન્ને દીકરીઓને વાવ ખાતે આવેલી મોર્ડન સ્કૂલમાં ધો.૯માં અભ્યાસ અર્થે જવાનું હોઈ એસબીઆઈ બેંકની પાસબુક શિષ્યવૃત્તિ માટે આવશ્યક બનતી હોય છે. ત્યારે છ માસથી ખાતું ખોલાવ્યાં બાદ પણ કેશિયર અને બેંક મેનેજર દાદાગીરી કરતાં હોવાનું જણાવ્યું હતું. કેશિયરે બી.કે.ન્યૂઝ દૈનિક સાથેની વાતચીતમાં પોતાની દંબગાઈ કરી હતી. અહીંયા આવતી ગામડાની ભોળી પ્રજાને બેંકના કર્મચારીઓ એનકેન પ્રકારે હેરાન પરેશાન કરે છે. યાત્રાધામ ઢીમાથી આકોલી ગામ ૪૦ કિમિ દૂર થાય છે. ૪૫ ડીગ્રી તાપમાનમાં પણ બેંકના ત્રણ ધક્કા ખાવા પડયાં હોવાનું દીકરીઓએ જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News