ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ ઓવરફ્‌લો થતા લીકેજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-19 17:08:13
  • Views : 374
  • Modified Date : 2020-01-19 17:08:13



કેનાલમાં સાયફનની સફાઈના અભાવે મોટું ગાબડું

ઢીમા

ઢીમા નજીકથી પસાર થતી ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં સાયફનની સફાઇના અભાવે કેનાલમાં લીકેજ થઈ હતી. તો વળી કેનાલમાં 

પાણીનો પુષ્કળ પ્રમાણમાં આવક છે. તો વળી રોડ નીચે નાખવામાં આવેલ નાળામાંથી 

પાણી પસાર થતું ન હોવાથી કેનાલ ઓવરફ્‌લો થઈ હતી. ત્યારે ગેટમેનની સમય સુચકતાથી પાણીનો પ્રવાહ બંધ કર્યો હતો, જેથી બગાડ અટક્યો હતો. વધારે પડતો પાણીનો પ્રવાહ હોવાથી કેનાલ લીકેજ થઈ હતી. ત્યારે છેવાડાના ખેડૂતો સુધી રવિ સીઝન ચાલી રહેલ હોવાથી કેનાલમાં પાણીની વધારે જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે ભરશિયાળે ગાબડાઓ 

પડવાનો સિલસિલો વાવ 

પંથકમાં યથાવત છે.

 વાવ તાલુકામાં કેનાલોમાં ગાબડાઓથી ખેડૂતો ત્રસ્ત બન્યા છે. ત્યારે નર્મદાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. વાવ તાલુકામાં કુદરતી આફતો વચ્ચે ખેડૂતો એક પછી એક દિવસ ભગવાન ભરોશે પસાર કરી રહ્યા છે. ત્યારે શનિવારે મોડી સાંજે ઢીમા માર્કેટયાર્ડ નજીકથી પસાર થતી ઢીમા માવસરી રોડ પર આવેલ સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની સફાઇના અભાવે નાળામાં કચરો ભરાઈ જવાથી કેનાલોમાં સફાઈ કરવાની ખેડૂતોની માંગ ઉઠી છે.

આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે વાવ તાલુકાના નાળોદર, ભાખરી, સપ્રેડા, આછુંવા સહિતના છેવાડાના ગામડાઓ સુધી ખેડૂતોને સિંચાઈ માટે 

પાણી મળે છે. ત્યારે સત્વરે કેનાલનું રીપેરિંગ કરી પાણી છોડવામાં તેવી માંગ કરી હતી.


Download Our B K News Today App



Related News