સરહદી યાત્રાધામ ઢીમા સહિત પંથકમાં જોરદાર વરસાદી માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 11:58:21
  • Views : 453
  • Modified Date : 2019-05-04 11:58:21

સરહદી વાવ તાલુકાનાં યાત્રાધામ ઢીમા,તખતપુરા, પ્રતાપપુરા સહિત પંથકમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો હતો.સરહદી વિસ્તારમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો હતો ત્યારે લોકોને પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. તો વળી લગ્નગાળાની સિઝન હોવાથી ભયંકર ગરમીને કારણે અનેક મુશ્કેલીઓ લોકોને વેઠવી પડી રહી છે.  શુક્રવારે મોડી સાંજે ૬ વાગ્યાની આસપાસ જોરદાર વરસાદી માહોલ સર્જાયો હતો.   અષાઢ મહિનામાં આવે તેવો વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવાં પામી હતી. પવિત્ર યાત્રાધામ ઢીમાનાં જાહેર રસ્તાઓ પર ઠેર ઠેર  વરસાદી પાણી ભરાયાં હતાં. ત્યારે ગ્રામજનો સહિત યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.મહામંન્ડલેશ્વર શ્રી જાનકીદાસજી મહારાજે જણાવ્યું હતું કે ચાલું વર્ષે ચોમાસુ સિઝન વહેલી ચાલું થશે. જેઠ મહિનાથી ચાલું થશે અને ચાલુ થશે સિઝન પણ સારી રહેશે. 


Download Our B K News Today App



Related News