યાત્રાધામ ઢીમામાં ચૈત્રી પૂનમે યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટયું હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 06:05:27
  • Views : 475
  • Modified Date : 2019-04-20 06:05:27

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ
પવિત્ર યાત્રાધામ ઢીમામાં આવેલ શ્રી ધરણીધર ભગવાનના મંદિરે દર પૂનમે ભવ્ય લોકમેળો ભરાય છે. ત્યારે ચૈત્ર સુદ ૧૧ થી પૂનમ સુધી લાખ્ખો શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ યાત્રાળુઓની ભીડ મંદિર પરિસરમાં જોવાં મળી હતી. તો વળી ઠેર ઠેર ટ્રાફિકજામથી યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો
પડ્‌યો હતો. શ્રી ધરણીધર ભગવાન મંદિર ટ્રસ્ટ ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો વળી દર
પૂનમની જેમ આ પુનમે પણ  શ્રીરામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વર્ષોની પરંપરા પ્રમાણે યાત્રાધામ ઢીમામાં કાર્તિક અને ચૈત્રી પૂર્ણિમાએ અજવાળીયામાં પંદર દિવસ સુધી સ્વર્ગવાસીઓને શ્રધ્ધાંજલિ આપવા ભવ્ય લોકમેળો ભરાય છે. અહીં આવતાં ભક્તો પોતાના સ્વજનની યાદમાં સ્વજન ગુમાવ્યાના ત્રીજા વર્ષે દીપમાળાઓ ભરે છે. જેથી યાત્રાધામ ઢીમામાં આવેલ વિવિધ મંદિરોમાં મોટી સંખ્યામાં મહિલાઓ દીપમાળાઓ ભરવા માટે ઉમટી પડે છે.

Download Our B K News Today App



Related News