કોલકત્તામાં તબીબ પર હુમલા અંગે પાટણ ધારપુર મેડીકલ કોલેજમાં દેખાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 12:16:30
  • Views : 412
  • Modified Date : 2019-06-16 12:16:30

તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના કોલકત્તામાં  
એન.આર.એસ. મેડીકલ કોલેજ ખાતે યુવા તબીબ
પરીબાહા મુખર્જી પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો જેના પગલે આખા દેશમાં તબીબોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. તબીબોની સુરક્ષાના મુદ્દે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ સાથે ઓલ ઇન્ડિયા મેડીકલ એસોસિએશન એ વિરોધ કરવાનું નક્કી કર્યુ છે. ત્યારે આ ઘટનાને લઇને પાટણ ખાતે આવેલ જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો એ પણ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, તેમજ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આ અંગે ધારપુર મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર મિનેષ ચૌધરીએ જણાવેલ કે જે કોલકત્તા  ખાતે તબીબ ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી. આવા અનેકવાર તબીબો ઉપર હુમલાઓ થતા આવ્યા છે જેથી સરકાર દ્વારા આખા દેશમાં તબીબોની સુરક્ષા માટે યોગ્ય કાયદો બનાવવામાં આવે.  હાલમાં જે પોસ્કોનો કાયદો છે તેવો તબીબો માટે પણ સ્પે. કાયદો બનાવવામાં આવે તે જરૂરી છે. તે બાબતે અમોએ અમારી કોલેજ ખાતે દેખાવો કર્યો હતો અને તેમાં મોટા પ્રમાણમાં ઇન્ટર્ન ડોક્ટરો જોડાયા હતા.


Download Our B K News Today App



Related News