ધારપુર મે.કોલેજની કોરોના વોરિયર્સ માતા ૧૨ માસની દીકરીને ઘરે છોડી ફરજ બજાવે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-25 11:51:48
  • Views : 478
  • Modified Date : 2020-05-25 11:51:48

ધારપુર મેડિકલ કોલેજની કોરોના વોરિયર્સ માતા 
માંની મમતા આગળ દેશ પ્રેમની જીત
પતિ પણ પાકિસ્તાન બોર્ડર ઉપર માં ભોમની રક્ષા કરી રહ્યા છે
૧૨ માસની દીકરીને ઘરે છોડી ફરજ બજાવે છે

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને મ્હાત આપવા માટે આરોગ્ય,પોલીસ, સફાઈકર્મીઓ પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. જેમાં નાના બાળકોની એવી પણ માતાઓ છે કે જેઓ બાળક પ્રત્યેની મમતાને બદલે દેશ પ્રેમને વધારે મહત્વ આપી રહી છે. જાણે કે માં ની મમતા આગળ દેશ પ્રેમ જીતી રહ્યો છે. જેમાં ધારપુર મેડિકલ કોલેજની કોરોના વોરિયર્સ માતા પ્રવિણાબેન ડેલ પોતાની બે નાની દિકરીઓને ઘરે છોડી ફરજ બજાવે છે. જ્યારે તેણીના પતિ પણ રાજસ્થાનના બીકાનેર ખાતે પાકિસ્તાન બોર્ડર ઉપર માં ભોમની રક્ષા કરી રહ્યા છે.કોરોના વાયરસને મ્હાત આપવા માટે આરોગ્ય, પોલીસ, સફાઈકર્મીઓ પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. જેમાં નાના બાળકોની એવી પણ માતાઓ છે કે જેઓ બાળક પ્રત્યેની મમતાને બદલે દેશ પ્રેમને વધારે મહત્વ આપી રહી છે. જાણે કે માં ની મમતા આગળ દેશ પ્રેમ જીતી રહ્યો છે. જેનું ઉદાહરણ પ્રવિણાબેન ડેલ પૂરૂ પાડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામના એક ખેડૂત રામજીભાઇ ડેલની દિકરી પ્રવિણાબેનના લગ્ન સાગ્રોસણા ગામના હર્ષદભાઇ પ્રેમજીભાઇ ચૌધરી સાથે થયા હતા. બન્નેના સંતાનમાં બે નાની દિકરીઓ છે. પ્રવિણાબેનને ૧૦ વર્ષ અગાઉ પાટણની ધારપુર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે નર્સિગમાં નોકરી મળી હતી. જ્યારે તેમના પતિ પણ હાલમાં રાજસ્થાનના બીકાનેર ખાતે ઇન્ડીયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે. તેમને સંતાનમાં બે દિકરીઓ છે. મોટી રુહી- ઉં.૬ વર્ષ તથા નાની યુવિકા-ઉં.૧૨ માસ છતાં પણ પોતાની ફરજને અગ્રતા આપીને હાલ કોરોનાની મહામારીમાં આ બન્ને પતિ-પત્ની દેશની સેવામાં ફરજ બજાવી રહ્યા છે. પ્રવિણાબેન આજે પણ ધારપુર ખાતે કોવિડ-૧૯ માં સીટ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાની દિકરીઓ સાથે વિડીયો કોલ દ્વારા જ વાત કરી રહ્યા છે. ખરેખર માં ની મમતા આગળ દેશ પ્રેમ જીતી રહ્યો છે.

Download Our B K News Today App



Related News