દાંતાના કુંવારસીમાં પત્રકાર ઉપર હૂમલો કરનારા શખ્સની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 11:51:27
  • Views : 477
  • Modified Date : 2019-10-06 11:51:27

દાંતા તાલુકાના કુવારસી ગામે શુક્રવારે કવરેજ માટે ગયેલા બનાસકાંઠા જિલ્લાના ટીવી- ૯ના પત્રકારનું કેટલાક શખ્સોએ અપહરણ કરી  હિચકારો હૂમલો કર્યો હતો. અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે તેમણે સાત શખ્સો સામે હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસે શનિવારે એક હુમલાખોરને ઝડપી લીધો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે, જિલ્લાના ટીવી- ૯ના પત્રકાર કુલદીપ
પરમાર તેમના કેમેરામેન રમેશભાઇ સોલંકી સાથે શુક્રવારે દાંતા તાલુકાના કુવારસી ગામે આશ્રમશાળામાં કવરેજ માટે ગયા હતા. જ્યાં વદનસિંહ બારડ સહિત સાત શખ્સોએ તેમનું અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા. અને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી યુવતીઓ સાથે ફોટા પાડ્‌યા હતા. તેમજ મારમારી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે કુલદીપ પરમારે હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે શનિવારે વદનસિંહ બારડને ઝડપી લીધો હતો. દરમિયાન આ ઘટનાના બનાસકાંઠા જિલ્લાના મિડીયામિત્રોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્‌યા છે. જેમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે શનિવારે મિડીયા કર્મીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

Download Our B K News Today App



Related News