વરણાવાડામાં ધરોઈની પાઇપલાઇન તૂટતાં લાખો લીટર પાણી વેડફાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 12:13:09
  • Views : 416
  • Modified Date : 2019-05-26 12:13:09

વડગામ તાલુકાના વરણાવાડામાં ધરોઈની પાઇપલાઇન તૂટતાં  લાખો લીટર પાણી વેડફાઈ જવા પામ્યું હતું. ત્યારે આ પાઇપલાઇનને તૂટી ગયા બે દિવસ કરતા વધુ સમય થયો છે. તેમ છતાં હજુ પાણી પુરવઠાના અધિકારીઓ આ વાતથી અજાણ છે. ત્યારે આ અંગે ગામના સરપંચે પાણી પુરવઠા વિભાગને જાણ કરી હતી.વડગામ તાલુકાના કેટલાંય ગામોમાં છેલ્લાં કેટલાંય સમયથી  ગામોમાં ધરોઈનું પાણી જાય છે. પણ આ ઉનાળો બેસ્યો ત્યારથી ધરોઈનું પાણી પણ એકોત્રા દિવસે આવે છે. ત્યારે વડગામ તાલુકાના વરણાવાડા ગામના નજીક એક ખેતરમાં જ્યાંથી પાઇપ લાઈન પસાર થાય છે. ત્યાર બે દિવસ પહેલાંથી આ પાઇપ તૂટી જવા પામી છે. અને પીવાનું લાખો લીટર પાણી વેડફાઇ જવા પામ્યું છે. તેમ છતાં હજુ પાણી પુરવઠાના અધિકારીઓ આ અંગે અજાણ છે અને એક બાજુ ગમોમાં લોકો પીવાના પાણી માટે ફાફા મારે છે. ત્યારે આ અંગે વરણાવાડા ગામના સરપંચ મહેન્દ્રપુરી ગોસ્વામીને આ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી.ત્યારે અગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું બે દિવસ કરતા વધુ સમય થયો પાઇપ તુટ્યે પણ હજુ કોઈ અધિકારી જોવા કે તપાસ કરવા નથી આવ્યા. ત્યારે કલેકટર અને ડીડીઓએ  આવા જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી અમારી માંગ છે. ત્યારે આ અગે પાણી પુરવઠામાં ટેલીફોનીક વાત કરતા  અધિકારીએ જણાવ્યું હતું કે અમને જાણ થતાં અમે પાણી બંદ કરી રીપેર કરવાનું કામ ચાલુ કર્યુ છે.


Download Our B K News Today App



Related News