અંબાજીની માર્બલ ફેક્ટરી સામે ધરણા ઉપર બેઠા કર્મચારીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-27 11:25:51
  • Views : 537
  • Modified Date : 2019-05-27 11:25:51

ગુજરાત અને દેશના ગૌરવની વાત આખા દેશમાં થઇ રહી છે. અંબાજી ધામ માર્બલ ઉદ્યોગ અને મંદિરથી પ્રસિદ્ધ છે ત્યારે આ ધામમાં કેટલીક ફેક્ટરી વાળા પોતાના ત્યાં કામ કરતા  કર્મચારીગણને એકાએક છુટ્ટા કરતા આવા કર્મચારીગણ મજૂર  અદાલતનો આશરો લીધો હતો અને આ મજુર અદાલતનો નિર્ણય પણ આ ઠાકુર બ્રધર્સ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ ચ હિન્દુસ્તાન ગ્રુપ સામે તેમના ત્યાં કામ કરતા કર્મચારીગણ ધરણા  કરી પોતાની માંગણીઓ ઉપર બેઠા છે. દાંતા તાલુકાના આદિવાસી નેતા  ઉદાભાઈ ગુજરાભાઈ ગમારએ આ પીડિત કર્મચારીગણની મુલાકાત લઇ ચીમકી આપી હતી. કે જો આ કર્મચારીગણને પાછા નોકરી પર નહીં  લેવામાં આવે તો અમે અચોક્કસ મુદ્દત માટે આંદોલન કરી રસ્તા રોકો આંદોલન કરીશું તેવુ આદિવાસી નેતા ઉદાભાઇએ જણાવ્યું હતું.
અંબાજીમાં તમામ માર્બલ ફેક્ટરીઓ પૈકી આ ઠાકુર બ્રધર્સની કામગીરી સામે અવારનવાર આંદોલનો થયા છે. અંબાજીમાં ચાલતી ચર્ચાઓ મુજબ આ હિન્દુસ્તાન ગ્રુપનું મેનેજમેન્ટ પોતાના ત્યાં કામ કરતા કર્મચારીગણનું ભારે શોષણ કરી રહ્યા છે અને પગાર પણ ખુબ ઓછો આપી રહ્યા છે. અંબાજીની બીજી ફેક્ટરીઓના કર્મચારીગણને સારો પગાર આપવામા આવે છે. પણ આ હિન્દુસ્તાન ગ્રુપની કંપનીમાં કર્મચારીગણનું શોષણ થઇ રહ્યુ છે. તો આ તમામ કર્મચારીગણની મુલાકાત પાલનપુરના અધિકારીગણ લઇ આવા કર્મચારીગણને ન્યાય અપાવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. અંબાજીમાં હાલમાં હિન્દુસ્તાન ખાણ પણ ૨ વર્ષથી બંધ છે અને ભુતકાળમાં પણ આ ખાણના કર્મચારીગણોને પગાર ખુબ ઓછા મળતા હતા. હાલ આ ખાણને "ઇસી"ના મળતા આ ખાણના ૫૦૦ કરતા વધારે કર્મચારીગણ નોકરી ગુમાવી ચુક્યા છે. આમ અંબાજીના તમામ કર્મચારીગણનું શોષણ થતુ અટકે તેવી માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News