ગાંધીનગર વિધાનસભામાં થરાદ ધારાસભ્યએ શપથ લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-09 12:03:39
  • Views : 408
  • Modified Date : 2019-11-09 12:03:39

થરાદ વિધાનસભામાં ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગાંધીનગર વિધાનસભા ભવનમાં શપથ લીધા હતા. તેમજ થરાદ તાલુકાના લોકોના નિષ્ઠાથી અને વફાદારીથી કામ કરવાના શપથ લીધા હતા. તેમજ થરાદથી આગેવાનોના ટોળેટોળા ઉમટ્યા હતા. જેમાં થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકી, કોંગ્રેસ અગ્રણી ડી.ડી.રાજપૂત, ન.પા પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત, ન.પા. સદસ્ય રમેશભાઈ
રાજપૂત, દલપતસિંહ ચાવડા, કોંગ્રેસ યુવા વિજયસિંહ
રાજપૂત, હર્ષદભાઈ સોલંકી, પ્રધાનજી ઠાકોર, પ્રવિણભાઈ વરણ, તુલશીભાઈ ઘુમડા, થરાદ શહેર પ્રમુખ બચુશા બાનવા, પ્રતાપભાઈ રાજપૂત, રેમતાભાઈ ઘાંચી, વસંતભાઈ ત્રિવેદી, થરાદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ લક્ષ્મીબેન ઠાકોર, થરાદ શહેર મહિલા પ્રમુખ જયશ્રીબેન ચૌધરી તેમજ થરાદ તાલુકાના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ ગાંધીનગર શપથવિધીમાં હાજરી આપી હતી.

Download Our B K News Today App



Related News