ડીસા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોની જીતનું રહસ્ય ઃ ધારાસભ્ય શશીકાંત પંડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 11:12:43
  • Views : 1138
  • Modified Date : 2021-03-04 11:12:43

ડીસા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ડીસા શહેરમાં ભાજપના ઉમેદવારોને લઈને જે મડાગાંઠ અને રસ્સાખેંચ સર્જાઈ અને ભાજપના જ જવાબદાર લોકોએ ભાજપની જ છબી બગાડવાનો ભરપુર પ્રયાસ કર્યો પરંતુ નગરપાલિકાની આ ચૂંટણીમાં ડીસા શહેરની જનતાએ ગત ટર્મમાં ભાજપે કરેલા વિકાસના કાર્યોને મહત્વ આપી ગઈ વખત કરતા પણ સ્પષ્ટ બહુમતી આપી. આ ચૂંટણીમાં ભાજપનું સંગઠનની ભૂમિકા સિમીત અથવા નહીંવત રહી છે. શહેર સંગઠનના મહામંત્રીએ ચેતનભાઈ ત્રિવેદીને ટિકિટ મળતા તેમને એ પદ ઉપરથી ખસેડયા હતા. પરંતુ તે સિવાયના પદાધિકારીઓ આ ચૂંટણીમાં વોર્ડ નં. ૪ છોડીને કયાંય જાેવા મળ્યા ન હતા. આ ચૂંટણીમાં લોકમુખે ચર્ચા થાય છે તે મુજબ જાે ભાજપના જ લોકો ભાજપને હરાવવા ના નીકળ્યા હોત તો હજુ પણ પાંચ થી છ સીટો વધુ આવત. આખી ચૂંટણીમાં ડીસાના ધારાસભ્ય જે રીતે મહેનત કરી છે તે જાેતા ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવવાનો શ્રેય માત્રને માત્ર ડીસાના ધારાસભ્ય શશીકાન્ત પંડયાને જાય છે. આ ચૂંટણીમાં તેમણે ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં લડતા ભાજપના તમામ ઉમેદવારો માટે ૯૦ થી વધારે સભાઓ સંબોધી, સાતથી વધારે મોટી રેલીઓમાં પદયાત્રાના રૂપે જાેડાયા અને મોટા ભાગના વોર્ડમાં ડોર ટુ ડોરના પ્રચારમાં પણ જાેડાયા. આમ ધારાસભ્ય શશીકાંન્ત પંડયાએ એકલા હાથે ચૂંટણી જીતાડી એવું કહેવામાં જરાય અતિશોયક્તિ નથી.
દરેક વોર્ડનું જીત અને હારનું વિષ્લેષણ કરીએ તો ખબર પડી જાય તો ભાજપના જીત અને મામુલી હારના વચ્ચે જીતના હિરો અને હાર માટેના જવાબદારો જાેવા મળે. વોર્ડ નં. ૧ માં ભાજપની એક સીટ જે ખોઈ એમાં ભાજપના જ એક આગેવાન શરૂઆતથી જ અપક્ષ ઉમેદવાર મંજુલાબેન કિરણભાઈ રાવળના પાછળ મજબુત ટેકો બનીને ઉભા રહ્યા. તેમનું ટાર્ગેટ વોર્ડ નં. ૧ ના ભાજપના ઉમેદવાર મૌસમબેન હતા. આ કિરણભાઈ રાવળના મતગણતરીના એજન્ટોનું લીસ્ટ તપાસીએ તો ભાજપનું કયું માથુ આ મંજુલાબેનની જીત પાછળ મથતુંતું જે જાેવા મળી જાય. એજ રીતે વોર્ડ નં. ૩ માં માળી સમાજના અને ભાજપના ઉમેદવાર ગોરધનજી નારણજી કચ્છવાની હાર પાછળ પણ ભાજપના જ એક મજબુત, દિગ્ગજ નેતાનો હાથ હતો. આ હરાવવા નીકળેલા ભાજપના કથિત નેતાઓની એક ટુકડીએ વોર્ડ નં. ૪ માં પણ અંદરોઅંદર વિખવાદ કરી ભાજપના ઉમેદવાર બાબુભાઈ ઠક્કરને એટલા માટે હરાવવામાં આવ્યા કે તેઓ ધારાસભ્ય શશીકાન્તભાઈ પંડયાના નજીક હોવાનું ભારે પડયું. શરૂઆતમાં વોર્ડ નં. ૪ મં ચેતનભાઈ ત્રિવેદીનો બહારના હોવાનું કોઈને પણ આ ગેંગે ઉધામા કર્યા હતા. પરંતુ ભાજપને માનનાર આ વોર્ડ ના મતદારોને ભરમાવવામાં સફળ રહ્યા.  એજ રીતે વોર્ડ નં. ૫ માં પણ ભાજપની હાર પાછળ ગેન્ગસ ઓફ ડીસા સામેલ હતી. વોર્ડ નં. ૬ માં ગત ટર્મમાં ધારાસભ્ય શશીકાંન્ત પંડયા પોતે નગર સેવક આ વોર્ડમાંથી બન્યા હતા. એટલે આ વોર્ડમાં કોઈબી કાળે ભાજપના ઉમેદવારો ન જીતે તેવો પણ સતત પ્રયાસ કર્યો હતો. પરંતુ શશીકાન્તભાઈ પંડયાની આ વોર્ડની વિકાસના કામો અને આ ચૂંટણીમાં તેમના નાનાભાઈ રમેશભાઈ પંડયાએ સતત દોડધામ કરી આખી પેનલ જીતાડી. વોર્ડ નં. ૭ માં જે વિસ્તારમાં ભાજપ કયારે જીત્યુ નથી ત્યાં પણ શશીકાન્તભાઈ પંડયાની મહેનતથી ૩ ઉમેદવારો જીત્યા.  ભાજપની ગેન્ગસ ઓફ ડીસા વોર્ડ નં. ૮ માં ભયંકર હુડદંગ મચાવ્યું. તેમને ભાજપના ગમતા ઉમેદવારો જીતાડવા હતા અને તેમને ન ગમતા ઉમેદવારો હરાવવા હતા. પરંતુ પ્રજાને એમના વિચારો જાણ્યા પછી જાણે બદલો લેવાનો હોય તેમ ગેન્ગસ ઓફ ડીસાના આગેવાનના મનસુબા ઉપર પાણી ફેરવી નાંખ્યું અને તેમના ગમતા ઉમેદવારોને હરાવી આ વોર્ડની પ્રજાએ એ સાબીત કર્યું કે હરાવવા માટે કરેલા પ્રયાસો અને ધંધા બંધ કરાવી દઈશની દાદાગીરીને સણસણતો લાફો માર્યો છે.  આમ આખી ચૂંટણી ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અને તેમની નીચે ભાજપના હજારો અદના કાર્યકરો મહેનત કરી શશીકાંતભાઈ પંડયાના નેતૃત્વને સ્વીકારીને ડીસામાં સ્પષ્ટ બહુમતી લાવ્યા. ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે બે વખત સ્પષ્ટ બહુમતી મેળવી બન્ને વખતે શશીકાંતભાઈ પંડયા મુખ્ય ભૂમિકામાં રહ્યા. ૨૦૦૫ માં ડીસા નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી ત્યારે શશીકાંતભાઈ પંડયા તે વખતે ડીસા શહેર ભાજપ પ્રમુખની જવાબદારી સંભાળતા હતા અને અત્યારે તેઓ ધારાસભ્ય હતા. આમ ભાજપની જીતના હિરો કહીએ તો ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા મોવડી મંડળે પસંદ કરેલા ઉમેદવારો અને નાના-નાના કાર્યકરોએ ખભેખભા મિલાવીને ભાજપને જીતાડી છે.જ્યારે ભાજપના મોટા માથા, કથિત નેતાઓ, આગેવાનો અને સંગઠનના કેટલાક ભૂતકાળ થઈ જવાના આરે આવેલા ડીસા શહેરના કેટલાક જવાબદારો ભાજપને હરાવવા માટે અને ઓછી સીટ આવે તેવા પ્રયત્ન કરવા માટે જવાબદાર હતા.

Download Our B K News Today App



Related News