દિયોદરના ખેડૂતો આકરા પાણીએ, ધરણાં યોજી વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 11:06:01
  • Views : 275
  • Modified Date : 2020-12-02 11:06:01

બનાસકાંઠા જિલ્લાના દિયોદર, લાખણી, કાંકરેજ, ભીલડી, ડીસા જેવા ગામોમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં ઘણા સમયથી સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોએ થોડા સમય અગાઉ પાણી છોડવાની માંગ સાથે નાયબ કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી અને પાણી છોડવામાં નહીં આવે તો
આંદોલનની ચીમકી
આપવામાં આવી હતી. જેમાં  ગુજરાત સરકાર નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા
તાજેતરમાં એક પરિપત્રમાં સુજલામ સુફલામ કેનાલમાં
 પાણી નહીં છોડવામાં આવે તેવું જણાવતા ખેડૂતોએ કેનાલ પર રોષ ઠાલવ્યો હતો.
જો કે ગતરોજ પાંચ તાલુકાના ખેડૂતો ઢોલ લઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની ઉગ્ર માંગ સાથે મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરી ધરણા કર્યા હતા. જેમાં ૨૦૦ થી વધુ ખેડૂતો ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા અને ખેડૂતોએ જ્યાં સુધી સુજલામ સુફલામ કેનાલમાં
પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી.

Download Our B K News Today App



Related News