અહેમદાબાદ : ગુજરાત યુનિવર્સિટી અને DRDO દ્વારા સંયુક્ત રીતે પોસ્ટ કોવિડ સેન્ટર શરૂ, શ્વાસની તકલીફ સહિતની સારવાર થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 16:54:55
  • Views : 268
  • Modified Date : 2021-05-27 16:54:55

     અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં શરૂ થયેલી 900 બેડ હોસ્પિટલમાં શરૂઆતમાં થયેલા વિવાદ બાદ હવે કેસની સંખ્યા ઘટી રહી છે. અત્યાર સુધી ધન્વંતરિ હોસ્પિટલમાં 1600 દર્દીઓએ સારવાર લીધી છે, જેમાં અત્યાર સુધી 400 લોકોના મોત થયા છે. હવે અહીંયા પોસ્ટ કોવિડ વર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ સહિતની જરૂર સારવાર આપવામાં આવશે.જેમાં શારીરિક અને માનસિક સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

     આર્મી અને અન્ય પેરામેડીકલ સ્ટાફ દવારા જીએમડીસી ગ્રાઉન્ડ પર 200 બેડની ક્ષમતા ધરાવતા આ વોર્ડ઼માં દર્દીની માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય સ્થિતિ પર વધુ ધ્યાન રાખવામાં આવશે. તેમ ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડેટન્ટ ડૉ. જયદીપ ગઢવીએ જણાવ્યું હતું. કોરોનાથી સાજા થયેલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવી, શારિરીક નબળાઇ અનુભવવી, મનોસ્થિતિ સારી ન હોવી આ તમામ પ્રકારની સારવારનો સમાવેશ આ વોર્ડમાં કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

     ધન્વંતરિ કોવિડ હોસ્પિટલના પોસ્ટ કોવિડ વોર્ડમાં એડમિશન વિશે હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેટન્ટ ડૉ. બિમલ મોદીએ કહ્યું કે, પોસ્ટ કોવિડ કેરની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે આંગળીના ટેરવે રજીસ્ટ્રેશન ઉપલબ્ધ થાય તે માટે “ક્યુ.આર. કોડ” સ્કેન કરીને અથવા વેબસાઇટ પર મોબાઇલથી જ રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

     પોસ્ટ કોવિડ વોર્ડમાં આવતા દર્દીઓને ડાયટ મેનેજમેન્ટ, ફીઝીયોથેરાપી કસરતો, રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર આપીને સંપૂર્ણપણે રિક્વરી આવે અને જીવનશૈલી પૂર્વવત બને તે માટેની સારવાર પધ્ધતિ હાથ ધરવામાં આવશે. ધન્વંતરિ પોસ્ટ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે covidcare.dhanvantarihospital.in અથવા bit.ly/dhcovidcare પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

     કોરોનાની બીજી લહેર ઘણી ધાતક સાબિત થયેલ હોવાથી માનવજીવની રક્ષા કાજે દેશના સંરક્ષણની ત્રણેય પાંખોના જવાનો,રક્ષા દળના તબીબો કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં કાર્યરત થઇ કોરોના સામેની જંગમાં સહભાગી બનીને સમગ્ર સ્થિતિ નિયંત્રણ કરવા મદદરૂપ બની રહ્યા છે.ભારતીય નૌકાદળના કેપ્ટન દોરાઇ બાબુએ પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે, અમદાવાદ શહેરમાં તહેનાત તબીબોની ટૂકડીએ રાજ્યના તબીબી વહવટી તંત્ર સાથે કામ કરીને , મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને મદદ રૂપ બની કોરોનાની સમગ્ર સ્થિતિ પર નિયંત્રણ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં મહદઅંશે સફળતા મળી છે જેનો અમને આનંદ છે.

     ડી.આર.ડી.ઓ. હોસ્પિટલમાં કાર્યરત એસ.એસ.બી (સશસ્ત્ર. સીમા.બળ)ના ડૉ. રૈનાએ કહ્યું કે,પેરામિલિટરી ફોર્સના વિવિધ પાંખો SSB(સશસ્ત્ર સીમા બળ), BSF(બોર્ડર સિક્યુરિટી ફોર્સ), CRPF(સેન્ટ્ર્લ રીસર્વ પોલીસ ફોર્સ) અને IGBT(ઇન્ડો-ટીબેડિટયન બોર્ડર પોલીસ ફોર્સ)ની વિવિધ યુનિટના તબીબોએ અમદાવાદની ધન્વંતરિ હોસ્પિટલમાં દર્દીઓની સેવા-શુ્શ્રુષા કરી છે. કોરોનાની બીજી લહેરમાથી જલ્દી બહાર આવી જઇએ અને કોરોના મહામારીનો અંત આવે તેવી આશા ડૉ.રૈનાએ વ્યક્ત કરી હતી.


Download Our B K News Today App



Related News