ધનતેરસે સમગ્ર દેશમાં 5000 કરોડ રૂપિયાથી વધુનો કારોબાર થવાની શકયતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 13:08:06
  • Views : 319
  • Modified Date : 2019-10-24 13:08:06

સમગ્ર દેશમાં જવેલર્સે 25 ઓક્ટોબરે ધનતેરસ પર 5,000 કરોડ રૂપિયાથી વધુ જવેલરી, સિક્કા, વાસણ અને અન્ય સમાન વેચવાની તેૈયારી કરી લીધી છે. તે ગત વર્ષની સરખામણીમાં 20-25 ટકા વધુ હશે. ગત સપ્તાહથી બજારમાં પરત ફરેલી રોનકથી ઉત્સાહિત જવેલર્સનું માનવું છે કે પહેલા કારોબાર નબળો રહેવાની શકયતા હતી, પરંતુ સોના-ચાંદીની કિંમતોમાં સ્થિરતાથી જવેલરી અને સિક્કાનું વેચાણ આશા કરતા સારું રહેવાનું અનુમાન છે. ખાસ કરીને લાઈટવેટ જવેલરી અને સિક્કાના કારોબારમાં ગત વર્ષેની સરખામણીમાં 30-35 ટકાનો ઉછાળો આવવાની શકયતા છે.1200 કરોડના ચાંદીના સિક્કા વેચાવવાની શકયતા રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢના વિવિધ જવેલર્સ સાથે કરવામાં આવેલી વાતચીતના આધારે લગાવવામાં આવેલ અનુમાન મુજબ સમગ્ર દેશમાં ધનતેરસ પર 2,500 કરોડ રૂપિયાથી વધુના સોના-ચાંદીના સિક્કા, મૂર્તિઓ, વાસણ અને આભૂષણ વેચાવવાનું અનુમાન છે. તેમાં લગભગ 1,200 કરોડ રૂપિયાના ચાંદીના સિક્કા, લગભગ 400 કરોડ રૂપિયાના સોનાના સિક્કા અને 900 કરોડ રૂપિયાની ચાંદીની મૂર્તિઓ, વાસણ અને સિલ્વર જ્વેલરી સામેલ છે. જ્યારે 2,500 કરોડ રૂપિયાથી વધુની જ્વેલરી વેચાવવાનું અનુમાન છે.ધનતેરસ પર મહારાષ્ટ્રમાં સૌૈથી વધુ 650-700 કરોડ, ગુજરાતમાં 400-500 કરોડની જ્વેલરી-સિક્કા વેચાવવાનું અનુમાન છે. બુધવારે દિલ્હીમાં સોનાની કિંમત 177 રૂપિયા વધીને 38,932 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી. જ્યારે ચાંદીની કિંમત 290 રૂપિયા વધી 46,560 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી.

પાંચ વર્ષમાં સોનું 39.42% મોંઘુ થયું

તારીખસોનાની કિંમતઘટાડો/વધારો
22 ઓક્ટોબર 201427,925
9 નવેમ્બર 201526,230-6.07%
28 ઓક્ટોબર 201630,590+16.62%
17 ઓક્ટોબર 201730,710+0.39%
5 નવેમ્બર 201832,690+6.45%
બુધવારે કિંમત38,932+19.09%
  • ધાર્મિક માન્યતા મુજબ ધનતેરસે સોના, ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવે છે. સોનાની ખરીદીથી લક્ષ્મી ઘરમાં પ્રવેશ થવાની માન્યતા છે.અગામી વર્ષ સુધી સોનાની કિંમત વધી 45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 55,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે.લોકો છેલ્લા થોડા સમયથી દિવાળી પર ઈલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ગીફટમાં આપતા થયા છે. હવે સોનું ગીફટમાં આપવાનું ચલણ ફરીથી વધ્યું છે.ઓછી કિંમતથી સેન્ટીમેન્ટ પોઝિટિવ સરાફા ટ્રેડર્સ કમિટી, જયપુરના અધ્યક્ષ કૈલાશ મિતલે જણાવ્યું કે ગત મહિને સોનું 40,000 રૂપિયાને પાર કરી ગયુ હતું. જોકે કિંમતોમાં ઘટાડા સાથે સ્થિરતા છે. ધનતેરસ બાદ વેડિંગ સિઝન શરૂ થઈ જશે. તેના માટે અત્યારથી જ માહોલ બનવા લાગ્યો છે. તે જોતા ધનતેરસે કારોબાર સારો રહેવાની શકયતા છે.લોકો વિદેશમાંથી જવેલરી ખરદી રહ્યાં છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ પૃથ્વીરાજ કોઠારીના જણાવ્યા મુજબ, કિંમતી ધાતુઓ પર 12.5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી અને 3 ટકા જીએસટી(કુલ ટેક્સ 15.5 ટકા) લાગવાથી ઘરેલુ બજારમાં સોનું આંતરરાષ્ટ્રીય બજારની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામ 6,000 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. તેને જોતા અમીર લોકો ઈન્ટરનેશનલ માર્કેટમાંથી જ્વેલરી ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News