ધનતેરસ શુક્રવારે સાંજે 6-05 સુધી : આ દિવસે કુબેરજીની પ્રિય ચાંદી ખરીદવી શ્રેષ્ઠ મનાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-13 15:40:40
  • Views : 341
  • Modified Date : 2020-11-13 15:40:40

               ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે. જુદા જુદા પંચાગોમા તીથીઓમાં સમયતી વિભન્ના વચ્ચે આ સાલ 5 દિવસીય દિપોત્સવમાં એક મત નથી આ સંદર્ભે શ્રીધર પંચાગવાળા કિશનભાઇના જણાવ્યા મુજબ નિ.આસો વદ 13 શુક્રવાર તા.13-11ના દિવસે ધનતેરસનુ મંગલ પર્વનો પ્રારંભ થશે. સાંજે 06-05 સુધી તેરસ છે. ત્યાર પછી ચૌદસ શરૂ થાય છે.આ દિવસે તેલ, ઘી, રિફાઈન્ડ ઘરમાં લાવવું નહી. કાળા રંગની વસ્તુઓની ખરીદીથી બચવું જોઈએ. એને અશુભ માનવામાં આવે છે.કાચનો સંબંધ રાહુથી છે, એટલે ધનતેરસના દિવસે કાચની ખરીદી કરવી નહીં.એલ્યુમિનિયમના વાસણ ધનતેરસ પર ખરીદવાનું અશુભ ગણાય છે.આ દિવસે છરી, કાતર અથવા લોખંડની વસ્તુ ખરીદવી નહીં.ધનતેરસ પર લોખંડથી બનેલી વસ્તુઓ ઘરમાં લાવવી નહીં. સ્ટીલ પણ લોકંડનો બીજો રૂપ છે સ્ટીલના વાસણ પણ ધનતેરસના દિવસે ખરીદવા નહીં. સ્ટીલના બદલે કોપર અથવા બ્રોન્ઝના વાસણ ખરીદવા જોઈએ.ધનતેરસના દિવસે ઘરમાં દક્ષિણા વર્તી શંખ લાવવું શુભ ગણાઈ છે. રૂદ્રાક્ષની માળા ખરીદવી શુભ માનવામાં આવે છે. નવા વાસણો ખરીદવું એ શુભ માનવામાં આવે છે. આ દિવસે ચાંદીના વાસણો ખરીદવાની રીત પણ છે. લોકો માને છે કે ચાંદી ચંદ્રનું પ્રતિક છે, જે ઠંડક આપે છે. સોના અને ચાંદીના વાસણો અને સિક્કા પણ ખરીદે છે. ગણેશ લક્ષ્મીજીની મૂર્તિઓ ખરીદે છે, જેમની દિવાળી દિવસે પૂજા થાય છે. ધનતેરસના દિવસે વાહન ખરીદવું પણ શુભ મનાઈ છે. આ સિવાય, અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે મોબાઇલ, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ સાધનોને ધનતેરસ પર ખરીદવા માટે શુભ માનવામાં આવે છે.

Download Our B K News Today App



Related News