અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે વરસાદ ધનસુરામાં પડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-01 17:40:43
  • Views : 96
  • Modified Date : 2024-07-01 17:40:43

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં રાહત છવાઈ છે. રવિવાર બપોર બાદથી શરુ થયેલો વરસાદી માહોલ સોમવારે સવારે પણ જામ્યો હતો. સોમવારે સવારે ભિલોડામાં પોણો ઈંચ, મોડાસા અને મેઘરજમાં અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે માલપુર, ધનસુરા અને બાયડમાં હળવો વરસાદ સવારના અરસા દરમિયાન વરસ્યો હતો.સોમવાર સવારે 6 કલાક સુધીના અંતિમ 24 કલાક દરમિયાન અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે વરસાદ ધનસુકામાં નોંધાયો હતો. ધનસુરામાં અઢી ઈંચ, મેઘરજમાં પોણા બે ઈંચ, ભિલોડામાં એક ઈંચ કરતા વધુ અને બાયડમાં અડધા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

 

Download Our B K News Today App



Related News