ધાનેરાના ખીંમત ગામની યુવતી 21 મે એ પોતાના 3 વર્ષના દીકરા અને 10 વર્ષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 16:58:55
  • Views : 1305
  • Modified Date : 2019-09-26 16:58:55

ધાનેરાના ખીંમત ગામની યુવતી 21 મે એ પોતાના 3 વર્ષના દીકરા અને 10 વર્ષની દીકરી સાથે પિયરે જવા મેવાડા ચાર રસ્તા નજીક ગાડીની રાહ જોઇ ઉભી હતી.તે સમયે ગામના જ એક શખ્સે આવી પોતાની કારમાં લીફ્ટ આપવાનુ કહી બેસાડી અને રસ્તામાથી શખ્સે તેના ભાઇને બેસાડી ચાકુની અણીએ યુવતીને વડોદરા લઇ જઇ યુવતીના સંતાનોને અન્ય જગ્યાએ મુકી દુષ્કર્મ આચરી ફરિયાદ કરીશ તો પરીવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ડરી ગયેલી મહિલાએ 5 માસ બાદ 4 સામે ફરિયાદ નોધાવી હતી.ધાનેરાના ખીંમત ગામે રહેતી એક યુવતી તેના બે સંતાનોને લઇ પોતાના પિયર વામૈયા ગામે જવા ખીંમત મેવાડા ચાર રસ્તા નજીક ગાડીની રાહ જોઇ ઉભી હતી.તે સમયે ખીંમત ગામના જ દોલભા મંગળસીંગ સોલંકી કારમાં લીફ્ટ આપી હતી.દરમ્યાન દોલભાનો મોટો ભાઇ ચંપુભા મંગળસીંગ કારની આગળની સીટમા બેસી યુવતીને ચપ્પુ બતાવી અઘાર નજીક ઉતરવા દીધી નહી.અને મહિલાને વડોદરા લઇ ગયા હતા. તે બાદ ચંપુભા ત્યાંથી પરત નીકળી ગયો જ્યારે દોલભાએ યુવતીના બંને સંતાનોને અલગ જગ્યાએ મુકી દઇ બે મહિના સુધી દુષ્કર્મ આચર્યુ હતુ.તે બાદ દોલભાને શોધવા નીકળેલા તેમના સાસરીવાળા મેતુભા વજેસીંગ ઠાકોર અને કનુભા ઠાકોરએ આવી યુવતીને ધમકાવી તુ તારા ભાઇ અને પતિ વિરૂધ્ધ ફરિયાદ આપ નહીતર તારા ભાઇ અને છોકરાઓને મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.તે બાદ મેતુભાએ મહિલાને ફોન કરી તુ અમારા વિરૂધ્ધ ફરિયાદ નોધાવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેને લઇ ગભરાઇ ગયેલી યુવતીએ 5 માસ બાદ દોલભા મંગળસીંગ સોલંકી,ચંપુભા સોલંકી, મેતુભા વજેસિંગ ઠાકોર અને કનુભા ઠાકોર સામે ફરિયાદ નોધાવી હતી.

Download Our B K News Today App



Related News