ધાનેરામાં મટનની દુકાનો બંધ કરાવવા આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-23 12:32:40
  • Views : 526
  • Modified Date : 2019-07-23 12:32:40

ધાનેરામાં વગર મંજૂરીએ ચાલતી મટનની દુકાનો બંધ કરાવવાની માંગ સાથે હિન્દુ સંગઠનોએ ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપીને આવી દુકાનો બંધ કરાવવાની કરી માંગ કરી હતી. ધાનેરા શહેરમાં બિલાડીના ટોપની માફક અનેક માંસ મટનની દુકાનો ખોલવામાં આવી છે. જે હિન્દુ સંગઠનના ધ્યાનમાં આવતા આજે હિન્દુ સંગઠનો દ્વારા ધાનેરા મામલતદાર કચેરી આવીને આવી બેરોકટોક ચાલતી બિનકાયદેસર દુકાનો બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી અને સાથોસાથ આવેદનપત્ર પત્ર પણ આપવામાં આવ્યું હતું. ગઈ કાલે બસ સ્ટેન્ડ પાસે એક નવી દુકાન બનાવવામાં આવી છે જે બંધ કરાવવાની માગ કરવામાં આવી છે. હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે પવિત્ર શ્રવણ માસમાં કોઈની લાગણી ન દુભાય એ માટે વહીવટીતંત્ર યોગ્ય પગલાં લે એવી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News