ધાનેરાથી ૨૧ શ્રમિકોને છત્તિસગઢ ખાતે રવાના કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-25 11:55:36
  • Views : 595
  • Modified Date : 2020-05-25 11:55:36

લોકડાઉનમાં કેટલાય પરપ્રાંતિય લોકો ફસાઇ જવા પામ્યા હતા. જેમાં ધાનેરા તાલુકામાં પણ મોટા પ્રમાણમાં લોકો ફસાયા હતા. ત્યારે  અગાઉ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશના લોકોને બસ દ્વારા પાલનપુર અને ત્યાંથી ટ્રેન મારફતે રવાના કરાયા હતા.જ્યારે રવિવારે ધાનેરા તાલુકામાં મજુરી અર્થે આવેલ છત્તીસગઢના ૨૧ જેટલા લોકોને ધાનેરા મામલતદાર બી.એસ.ખરાડી અને તેમની ટીમ દ્વારા તમામનું ચેકઅપ કરાવીને બસ દ્વારા પાલનપુર ખાતે રવાના કરાયા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે માદરે વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ લોકો માટે નાસ્તા અને પાણીની વ્યવસ્થા પણ દાતાઓ દ્વારા કરવામાં આવી હતી.   

Download Our B K News Today App



Related News