ધાનેરાનો ટ્રાફિક જમાદાર ખેડૂતોને પણ હેરાન કરતાં ખેડૂતો ત્રાહીમામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-03 13:56:22
  • Views : 867
  • Modified Date : 2020-04-03 13:56:22

ધાનેરાનો ટ્રાફિક જમાદાર ખેડૂતોને પણ હેરાન કરતાં ખેડૂતો ત્રાહીમામ

સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવેલ છે અને તેમાં ખેડૂતોને પોતાના પશુઓ માટે તેમજ ખેતીના સામાન માટે 

પોતાના વાહનો લાવવા માટે છુટ આપવામાં આવી છે. જેમાં ઘાણા ગામના પાંચ ખેડૂતો 

પોતાના પશુઓ માટે પશુ આહાર અને ખાતર ભરીને જતા હતા ત્યારે ધાનેરાના ટ્રાફિક જમાદાર દ્વારા આવા લોકોને 

પણ હેરાન કરવામાં બાકી રાખ્યા ન હતા અને આ સામાન ભરેલ પીકઅપ ગાડીને સામાન સાથે ધાનેરા પોલીસ મથકે લાવીને ડીટેન કરવાની કાર્યવાહી કરવાની શરૂઆત કરતા આ બાબતે ધાનેરા 

પી.આઇ.ડાભીને જાણ થતાં તેઓએ તાત્કાલિક આ ગાડીને છોડવા માટે જણાવતા અંતે ગાડી ચાલકનો ગાડી સાથે છુટકારો  થયો હતો. આ ખેડૂતોને હેરાન કરનાર જમાદાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ કિસાન સંઘના લોકોએ મામલતદારને જણાવ્યું હતું. 


Download Our B K News Today App



Related News