ધાનેરાના નાયબ કલેક્ટરએ રોયલ્ટી વગરના બે ડમ્પર ઝડપી પડ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-27 12:19:05
  • Views : 294
  • Modified Date : 2022-04-27 12:19:05

ધાનેરાના નાયબ કલેક્ટરએ રોયલ્ટી વગરના બે ડમ્પર ઝડપી પડ્યા હતા

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રેતીની મોટાપાયે રેતીની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ખાસ કરીને ધાનેરા એ રાજસ્થાનને અડીને આવેલું હોવાના કારણે મોટા પ્રમાણમાં ખનન ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્ય સરકારની તિજોરીને નુકશાન કરતા ભુહુમાફીઓ અને સ્થાનિક તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળ્યું છે જેમાં ધાનેરામાં મોટા પ્રમાણ માં રેતી ઉલેચાઈ વેચાણ કરતાં લીઝ ધારકો સામે તંત્ર કડક બન્યું છે ત્યારે ધાનેરા નાયબ કલેકટર આવા રોયલ્ટી ની ચોરી કરીને દોડતા ડમ્પરો સામે લાલ આંખ કરી છે જેમાં ખાણ ખનીજ વિભાગ અને રોયલ્ટી ભર્યા વિના ના રેતી ભરેલા ડમ્પર નાયબ કલેકટરે  પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેમાં ત્રણ દિવસમાં રોયલ્ટી ભર્યા વિનાના 3 ડમ્પર પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી ધાનેરા પંથકમાં રેતીની ચોરી કરનાર ઈસમો અને રોયલ્ટી ચોરી કરનાર સામે ધાનેરા નાયબ કલેક્ટરની લાલ આંખ જોવા મળી રહી છે જેમાં ડમ્પરો ઝડપી ને કડક કાર્યવાહી કરતાં સરકારી ની તિજોરીને નુકશાન કરતા ભુમાફીયોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.ત્યારે નાયબ કલેકટર ની કડક કાર્યવાહીને લઈ રોયલ્ટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News